ચોરી:૨જોડા પાટિયા પાસે આવેલી ખાનગી કંપનીમાંથી 38 વસ્તુઓની ચોરી થઈ

બાવળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2.79 લાખની કિંમતના 11 મોબાઇલ, 16 ઇયરફોન, પાવર બેંકની ચોરી કંપનીમાં નોકરી કરતી 3 વ્યક્તિ સામે બાવળા પોલીસમાં ફરિયાદ

બાવળા તાલુકાનાં રજોડા પાટીયા પાસે આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી એમેઝોન કંપનીમાં નોકરી કરતી 3 વ્યકિતઓએ 11 મોબાઇલ, 16 ઇયરફોન, પાવર બેંક અને એસેસરી મળી કુલ 38 પ્રોડકસ જેની આશરે કુલ કીમત 2,79,006 રૂપીયા થાય તેની ચોરી કરીને લઈ ગયા છે.જેથી ત્રણેય વ્યકિત સામે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી તેઓને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

એમેઝોન કંપનીમાં લીગલ ઓર્થોરાઇટ રીપ્રેઝેન્ટેટીવ તરીકે ન્યૂ દિ૯હીમાં રહેતાં આનંદ કમલ શર્માએ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે હાલમાં અમેઝોન કંપનીની રજિસ્ટર બ્રાન્ચ ઓફીસ બાવળા તાલુકાનાં રજોડા પાટીયા પાસે આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી છે. 20 નવેમ્બરે દિલ્હીની ઓફીસમાં હું કામ કરતો હતો તે વખતે મને મારા ઓફીસ આઇ.ડી ઉપ૨ એસ.એલ.પી. ટીમ એમેઝોન કંપની બાવળાના ઓનોમેઇલ આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે એક બોક્સમાં 38 પ્રોડકસ નથી. જેથી મે વળતા મેઇલથી તમામ ડોકયુમેન્ટ મંગાવેલા અને હું દિલ્હીથી 4 ઓકટોબરે એમેઝોન કંપની બાવળા ખાતે આવ્યો હતો. એસ.એલ.પી. ટીમ તથા આઇ.બી.ટીમને મળીને તમામ ડોકયુમેન્ટ ચેક કરતાં તા. 18 /8/21 સુધીના સ્ટોકમાં 38 પ્રોડકસ જેમાં 2,47,989 રૂપીયાનાં 11 મોબાઇલ, 21,162 રૂપીયાનાં 16 ઇયર ફોન અને 9,855 રૂપીયાની એસેસરીઝ તથા પાવર બેંક ઓછા હતાં. જેથી કંપનીના સી.સી.ટી.વી.ફુટેજ જોતા કંપનીમાં કામ કરતા ત્રણ કર્મચારી કંઇક સંતાડતા હોય તેવું દેખાયું હતું. જે કર્મચારી બાબતે પુછતા તેમજ તેમનુ આઇ.ડી.ચેક કરતા તે કર્મચારી રોહીત ભરતભાઇ ઝાંપડીયા, (રહે. દેવપરા, તા.લીબડી), મહેન્દ્રભાઇ જીવરાજભાઇ સાલીયા (રહે.ઘોળી ભાલ, તા.લીબડી),જઅને બીજો એક માણસ જે ઓળખાયો નથી. જે ડીપાર્ટમેંટમાં કામ કરતા હતાં તેમનાં કેમેરા રેકોર્ડીંગના આધારે બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...