તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:અમદાવાદ જિલ્લાનાં 455 ગામોમાં 3500 પોલીસ મિત્રની નિમણૂક કરાઇ

બાવળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય પોલીસ ગ્રામમિત્ર યોજનાનો ડી.જી.પી.ના હસ્તે શુભારંભ
  • ગ્રામ્ય કક્ષાએ લોકોમાં કોરોનાના સમયગાળા દરમિયાન જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ગામ પોલીસ મિત્રની શરૂઆત થઇ

કોરોનાની મહામારીને પહોચી વળવાના હેતુથી તેમજ કોરોનાગ્રસ્ત લોકોમાં મદદરૂપ થવા માટે તેમજ ગ્રામ્ય કક્ષાએ લોકોમાં કોરોનાના સમયગાળા દરમ્યાન જાગૃતિ લાવવાના ઉદેશ્ય સાથે પોલીસ મહાનિરીક્ષક વિ.ચંદ્રશેખર, અમદાવાદ વિભાગ, જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવએ દરેક ગામ દીઠ 18 થી 45 વર્ષનાં 5 થી 7 વ્યકિતઓની તથા ગામની ભૌગોલિક તથા અન્ય તમામ પ્રકારની પરિસ્થિતિથી વાકેફ હોય તેમની પોલીસ ગ્રામ મિત્ર તરીકે નિમણુક કરી ગ્રામ્ય જીલ્લાના 455 ગામોમાં 3500 પોલીસ ગ્રામ મિત્રની નિમણુક કરવામાં આવી છે .

બીટ ઇન્ચાર્જ અને પોલીસ કોન્સ્ટબલને પોલીસ સ્ટેશન દિઠ 2 થી 4 ગામની જવાબદારી સોપી ગ્રામ્ય કક્ષાએ બનાવેલી ગ્રામ મિત્રની મદદથી કોરોનાગ્રસ્ત વ્યકિતના કુટુંબની મુલાકાત લઇ તેઓને ઓકસીજન લેવલ, શરીરનું તાપમાન, પલ્સ કેટલા હોવા જોઇએ તેની જાણકારી આપશે . તથા કોવિડ કેર સેન્ટરની મુલાકાત પણ લેશે અને મદદરુપ થશે. આ પોલીસ ગ્રામ મિત્ર યોજનાનું અનાવરણ ગુજરાત રાજયના ડી.જી.પી. આશીષ ભાટીયા દ્વારા કરવામા આવ્યું હતું.આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...