અમદાવાદ જીલ્લા ગ્રામ્યની એ.આર.ટી.ઓ.કચેરીમાં 11 માર્ચથી પાકા લાઈસન્સ નહીં નીકળતાં લાઇસન્સ માટેની 3500 જેટલી અરજીઓ પેન્ડીંગ પડી છે.જેથી લાઈસન્સ મેળવવા માટેના અરજદારોની પૂછપરછ વધી જવા પામી છે.અરજદારો લાયસન્સ માટે ધકકા ખાઇ રહ્યા છે. બે મહીનાથી લાયસન્સ નહીં મળતાં અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
બાવળામાં અમદાવાદ જીલ્લા ગ્રામ્યની એ.આર.ટી.ઓ.કચેરી આવેલી છે.આ એ.આર.ટી.ઓ. કચેરીમાં છેલ્લા 2 મહીનાથી એટલે કે 11 માર્ચથી પાકા લાઇસન્સ કાઢવાની કામગીરી બંધ થઈ ગઈ છે.જેથી અમદાવાદ જીલ્લાનાં અત્યાર સુધીનાં આશરે 3500 જેટલા પાકા લાઈસન્સ નીકળી શક્યા નથી. જેથી લાઇસન્સ નહીં મળવાથી અરજદારોને મુશ્કેલીઓ પડી રહી હતી.
અને તેઓ સતત પૂછપરછ કરી રહ્યા છે.તેમજ લાયસન્સ માટે કચેરીનાં ધકકા ખાઇ રહ્યા છે.અમદાવાદ જીલ્લાનાં છેવાડાનાં ગામડાનાં લોકો પોતાનાં કામ-ધંધા બંધ કરીને લાયસન્સ માટે આવે ત્યારે તેમને લાયસન્સ મળતું નહીં હોવાથી તેમનો આખો દિવસ બગડે છે તેમનો સમય અને રૂપીયાનો વ્યય થાય છે.
જેથી લાયસન્સ મેળવનાર અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.કચેરીમાં પાકા લાઇસન્સ માટેનાં કાર્ડ નહીં હોવાથી બેકલોગ વધી જવા પામ્યો છે.અરજદારો ઇચ્છી રહ્યા છે કે અમને વહેલી તકે લાયસન્સ મળી જાય જેથી અમને તકલીફ પડે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.