દારૂ જપ્ત:કેરાળા પાસે હોટલના કમ્પાઉન્ડમાં ગાડીમાંથી 32 બોટલ દારૂ મળ્યો

બાવળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેરાળા પોલીસે 1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા

કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસે બાતમીનાં આધારે હોટલનાં કંમ્પાઉન્ડનાં ગાડીમાંથી 32 બોટલ વિદેશી દારૂ ઝડપી લઇને 2 બુટલેગરને પકડી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દઇને 1,82,000 રૂપીયાનો મુદામાલ જપ્ત કરી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

ધોળકાનાં નાયબ પોલીસ અધિક્ષક રીના રાઠવાનાં માર્ગદર્શન હેઠળ કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટાફને સૂચના આપી હતી.જેથી કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસ પેટ્રોલીંગ કરી રહ્યા હતાં ત્યારે બાતમી મળી હતી કે વલસાડથી લાલ કલરની રેનોલ્ડ કંપનીની કવીડ ગાડીમાં વિદેશી દારૂ ભરીને કેરાળા પાસે આવેલી કનેયા હોટલમાં આવવાની છે.થોડા સમય પછી બાતમી મુજબની ગાડી આવતાં કોર્ડન કરીને ગાડીની અંદર તપાસ કરતા ગાડીમાંથી 22,000 રૂપીયાની 32 બોટલો મળી આવી હતી.જેથી પોલીસે 22,000 રૂપીયાનો વિદેશી દારૂ, 8,000 રૂપીયાનાં 2 મોબાઇલ, 2,000 રૂપીયા રોકડા,1,50,000 રૂપીયાની ગાડી મળી કુલ 1,82,000 રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરીને રોનીક પ્રવિણભાઈ પટેલ અને બબલુ રામલોચન નિષાદ , બંને રહેવાસી, પારડી, જી.વલસાડ પકડી લઇ જેલનાં સળીયા પાછળ ધકેલી દઇગુનો નોંધીને માલ ક્યાંથી લાવ્યા હતાં અને કોને-ક્યાં આપવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...