તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બાવળામાં આવેલા સ્મશાનની લોખંડની ભઠ્ઠીની ચોરી કરનારા 3 ચોર ઝડપાયા

બાવળા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરીનો લોખંડનો માલ વેચવા જતાં બે ચોરોને મુદ્દામાલ સાથે પકડી લઈને ચોરીનો માલ લેનાર ભંગારીયાને પણ પકડી લેવાયો હતો

બાવળામાં આવેલા પટેલ સમાજના સ્મશાનમાં આવેલી લોખંડની ભઠ્ઠીઓની કોઈ ચોરોએ ચોરી કરીને ભાગી ગયા હતાં.આ બાબતે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે બાતમીનાં આધારે ચોરીનો લોખંડનો માલ વેચવા જતાં બે ચોરોને ચોરીના મુદામાલ સાથે પકડી લઈને ચોરીનો માલ લેનાર ભંગારીયાને પણ પકડી લઇને જેલના સળીયા પાછળ ધકેલી દઇને કાર્યવાહી હાથ ધરી છે. બાવળામાં રાશમ રોડ ઉપર આવેલા પટેલ સમાજનાં સ્મશાનમાં આવેલી અગ્નીદાહ આપવાની લોખંડની ભઠ્ઠીઓની ચોરી થવા પામી હતી.

આ બાબતે બાવળામાં રહેતાં અશોકભાઈ જયંતીલાલ પટેલે બાવળા પોલીસમાં ફરીયાદ લખાવી હતી કે સવારમાં નવ વાગ્યે ઉમંગભાઇ રમેશભાઇ પટેલ, રાજેન્દ્રભાઇ કેશવલાલ પટેલ તેમનાં પાટીદાર સમાજના સ્મશાન ગૃહમાં સાફ સફાઇ કરવા માટે ગયાં હતા.ત્યાં જઈને જોયું તો સ્મશાન ગૃહમાં આવેલી અગ્નિદાહ આપવા માટે લોખંડ તથા કાસ્ટીંગની ભઠ્ઠીનાં લોખંડનાં પડખા તથા નીચેની બેઠક લોખંડની 10000 રૂપીયાનાં કોઇ ચોરો ચોરી કરીને લઇ ગયા છે.જે ફરીયાદનાં આધારે બાવળા પોલીસે ગુનો નોંધીને ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

બાવળા પોલીસને બાતમી મળી હતી કે સ્મશાનની ચોરીનો લોખંડનો મુદામાલ બે ચોર બાઇક ઉપર વેચવા માટે જઈ રહ્યા છે.જેથી પોલીસ સાણંદ ચોકડી ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. બાતમી મુજબનું બાઇક નીકળતાં તેને ઉભું રખાવીને તપાસ કરતાં તેમની પાસેથી 9000 રૂપીયાનાં ચોરીનો લોખંડનો મુદામાલ મળી આવતાં બંન્નેને પકડી લઈને બાકીનો માલ ક્યાં ગયો તેની પૂછપરછ કરતાં બાકીનો 1000 રૂપીયાનો મુદામાલ રજોડા પાટીયા પાસે આવેલા ભંગારીયાને વેચ્યો છે.

તેવું કહેતાં તેની પાસેથી 1000 રૂપીયાનાં ચોરીનો માલ જપ્ત કરીને તેને પણ પકડી લઈને ત્રણેયને જેલનાં સળીયા પાછળ ધકેલી દઈ 10000નો ચોરીનો માલ અને 20000 રૂપીયાનું બાઇક મળી 30000 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. ચોરોમાં અમરશી ઉર્ફે અમર અરવિંદભાઇ પરમાર (વિષ્ણુનગર, નવો વણકરવાસ બાવળા),વિજય ગોવિંદભાઇ વાણીયા (બાવળા), તૌસિક અહમદ બુન્યાઇઅમીન ઝેજા (બાવળા)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...