મંદિરમાં ચોરી:3 મંદિરનાં તાળા તોડી 1 કિલો ચાંદી ચોરી કરી તસ્કરો ભાગી ગયા

બાવળા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળાનાં બલદાણામાં તસ્કરોનો તરકાટ, લોકોમાં ભય ફેલાયો
  • ચરમાળીયાદાદાનું મંદિર, શંકર દાદાનું મંદિર અને રામાપીર મંદિરમાં ચોરી

બાવળા તાલુકાનાં બલદાણા ગામમાં આવેલા ચરમાળીયાદાદાનું મંદિર, શંકર દાદાનું મહાદેવ, રામાપીરનું મંદિર એમ ત્રણ મંદિરમાં એક જ રાતમાં ચોરોએ તાળા તોડી ચાંદીના સત્તરો- નાગદાદાની ફેણ વગેરે મળી આશરે 1 કિલો જેટલી ચાંદીનાં દાગીના અને દાન પેટીની ચોરી કરીને નાસી છૂટતાં ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. બાવળા પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ ફરીયાદ લઈને તપાસ હાથ ધરી છે.

બાવળા શહેર અને તાલુકામાં ચોરીનાં બનાવો વધવા લાગ્યા છે. ચોરો ભગવાનનાં મંદિરોમાંથી ચોરી કરવા લાગ્યા છે. બાવળા તાલુકાનાં બલદાણા ગામમાં બસ સ્ટેશન સામે આવેલા ચરમાળીયાદાદાનું મંદિર, ગામનાં ઝાંપા પાસે તાજેતરમાં નવનિર્મિત પામેલા શંકરદાદાનાં મહાદેવમાં અને રોડ ઉપર આવેલા રામદેવપીરનાં મંદિરનાં તાળા તોડીને તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરીને આશરે 1 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જેમાં ચરમાળીયાદાદાનાં મંદિરમાંથી ચાંદીનાં 2 સત્તર, ચાંદીની મોટી ત્રણ નાગદાદાની ફેણ અને દાનપેટી ઉઠાવી ગયા હતાં.

મહાદેવ માંથી ચાંદીની ફેણ તેમજ પીત્તળનાં દાગીના તેમજ રામદેવપીરનાં મંદિરમાંથી રામદેવપીરનો ચાંદીનો મુગટની ચોરી કરીને નાશી છૂટયાં હતાં.સવારે ત્રણેય મંદિરનાં પૂજારીઓ પૂજા-આરતી કરવા જતાં મંદિરનાં તાળા તૂટેલા હતાં અને ચોરી થયાની જાણ થતાં ગામના સરપંચ અને ગામનાં આગેવાનોને જાણ કરતાં તેઓએ બાવળા પોલીસને ચોરી થયાની ફરિયાદ કરતાં બાવળા પોલીસનાં કોન્સ્ટેબલ મહેન્દ્રસિહ દોડી આવ્યા હતાં.

એક જ રાતમાં ગામનાં ત્રણ મંદિરોમાં ચોરી થયાની ગામમાં જાણ થતાં ગામલોકો ભેગા થઇ ગયા હતાં. ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. બાવળા પોલીસે ચોરીની ફરિયાદનાં આધારે ચોરોને પકડી પાડવા ચક્રોગતિ માન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...