કાર્યવાહી:ભાયલા પાસે રિક્ષામાં પેસેન્જરના 14,500 સેરવી લેનારા 3 રાજકોટથી પકડાઈ ગયા

બાવળા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાયલા પાસે રિક્ષામાં પેસેન્જરના રૂપિયા સેરવી જનારા 3 પકડાયા. - Divya Bhaskar
ભાયલા પાસે રિક્ષામાં પેસેન્જરના રૂપિયા સેરવી જનારા 3 પકડાયા.
  • મોગલધામથી દર્શન કરી દંપતી સરખેજ જતું હતું ત્યારે પાકિટ કાઢી લીધું હતુ

બાવળા તાલુકાનાં ભાયલા પાસે આવેલા મોગલધામથી દર્શન કરીને ત્યાંથી રીક્ષામાં સરખેજ જવા માટે બેસેલા દંપતીમાંથી ભાઇનાં ખિસ્સામાંથી પાકીટ કાઢી લઇને તેમાંથી 14,500 રૂપીયા કાઢી લઇને ભાગી ગયેલા ત્રણ ચોરોને રાજકોટમાંથી રીક્ષા અને ચોરીના રૂપીયા સાથે કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસે ઝડપી લઇને ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. સરખેજમાં આવેલા ઉજાલા સર્કલ પાસે રહેતાં મનુભાઇ આલાભાઇ વેગડા વણકર ( મુળ રહેવાસી, આંબારેલી) બે દિવસ પહેલા તેમનાં પત્ની કૈલાસબેન સાથે બાવળા તાલુકાનાં ભાયલા પાસે આવેલા મોગલધામ ખાતે માતાજીનાં દર્શન કરીને ઘરે જવા સી.એન.જી.રીક્ષામાં બેઠા હતાં.આ રીક્ષામાં અગાઉથી બીજા બે માણસો બેઠા હતાં.

થોડે દુર જતાં આ રીક્ષાનાં ડ્રાઈવરે રીક્ષા ઉભી રાખીને નીચે ઉતરી જવાનું કહેતાં તેઓ રીક્ષામાંથી નીચે ઉતરી ગયા હતાં. નીચે ઉતરીને પેન્ટનાં ખીસ્સા ચેક કરતાં પાકીટમાંથી 14,500 રૂપીયા ગાયબ હતાં.રૂપીયા લઇને રીક્ષા લઇને ભાગી ગયા હતાં.જેથી બગોદરા તરફથી આવતી રીક્ષાને ઉભી રાખીને રીક્ષામાં બેસીને રીક્ષાનો પીછો કર્યો હતો.છતા રીક્ષાવાળો રાજકોટ તરફ ભાગી ગયો હતો.

જેથી તેમણે રીક્ષાનો નંબર GJ.03 BU 6090 સામે કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસમાં ત્રણેય વ્યકિત વિરૂદ્ધ ચોરીની ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અને કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસે બાતમી આધારે રાજકોટથી ધનજી ઉર્ફે ધનો, ગોરધન ઉર્ફે ભુરો અને નિલેશ ઉર્ફે કાલી ત્રણેય રહેવાસી, પોપટપુરા, રાજકોટનાં છે જેથી રાજકોટ પોલીસને જાણ કરતાં તેમણે ત્રણેયને ઝડપી રીક્ષા, 14,500 રોકડા જપ્ત કરી કેરાળા જી.આઇ.ડી.સી પોલીસને સોંપતા જેલને હવાલે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...