બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલી ગીરધારી રાઈસ મીલમાં શેડ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટરને આપ્યું હતું. કોન્ટ્રાક્ટર રાત્રે ક્રેઇન દ્વારા લોખંડની મોટી-મોટી એંગલો ચડાવી રહ્યા હતાં અને નીચે મજુરો કામ કરી રહ્યા હતાં ત્યારે કોઈ કારણસર લોખંડની એંગલોનો માચકો નીચે ધરાસાઇ થતાં મજુરોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આ લોખંડની ઇંગલો નીચે 7 મજુરો આવી ગયા હતાં.ઈંગલો નો માચડો પડતાં મીલમાં કામ કરતાં કારીગરો અને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતાં.
એગલો ઉંચી કરીને તમામને બહાર કાઢયા હતાં.કોઈએ 108 ની ઈમરજન્સી સેવાને જાણ કરતાં બાવળા, ધોળકા અને ચાંગોદરની 108 તરત જ ઘટના સ્થળે પહોંચી જઇને તપાસ કરતાં 2 મજુરોને માથાનો ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાં સ્થળે જ મોત થવા પામ્યું હતું. જયારે બાકીનાં 2 મજુરોને બાવળા સરકારી દવાખાને લઇ જતાં એકને સારવાર મળે તે પહેલા જ મોત થવા પામ્યું હતું.
એકને ગંભીર ઇજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ત્રણ મજુરોને નાની-મોટી ઇજા થતાં બાવળાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મરણ જનારમાં કાળું ઉર્ફ નિલેશ ઠાકોર,અરમાનભાઇ અને દિપકભાઇ પગી, તમામ રહેવાસી, રામનગર, બાવળાનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.