દુર્ઘટના:બાવળાના ભાયલા પાસે કારનું ટાયર ફાટતાં 3ને ઇજા

બાવળા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી કંપનીમાં નોકરી કરવા માટે જઈ રહેલા

ધોળકા તાલુકાનાં ધોળી ગામનાં લોકો ઇકો ગાડીમાં ખાનગી કંપનીમાં નોકરી કરવા માટે જઈ રહ્યા હતાં ત્યારે બાવળા - બગોદરા હાઇ-વે ઉપર આવેલા ભાયલા ગામ નજીક આવેલા મોગલ માતાજીનાં મંદિર નજીકથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કોઈ કારણસર ગાડીનું ટાયર ફાટતાં ગાડી હાઇ-વેનાં સાઇડનાં ખાડામાં ઉતરી ગઈ હતી.

જેથી ગાડીમાં સવાર અજયભાઈ રૂકશનભાઈ ગામી (27 વર્ષ ), કરશનભાઇ અજીતભાઇ રોહકીયા ( 19 વર્ષ ), અને દર્શનભાઈ જયંતિભાઈ સાલીવા (24 વર્ષ ) ને ગંભીર ઇજાઓ થવા પામી હતી.ગાડીને ભારે નુકશાન થવા પામ્યું હતું. જેથી કોઈએ 108 ની ઈમરજન્સી સેવાને જાણ કરતાં બગોદરાની 108 તરત જ ઘટના સ્થળે પહોંચી જઇને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે બાવળાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...