અકસ્માત:બાવળાના ૨જોડા પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 3 ને ઇજા

બાવળા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

રજોડા પાટીયા પાસે આવેલી કોલેજમાંથી 3 યુવાન બાઇક ઉપર હાઇ-વે ક્રોસ કરી રહ્યા હતાં ત્યારે સામેથી આવતી કારના ડ્રાઇવરે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇક સાથે અથડાવતાં ત્રણેય યુવાનને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. ત્રણેયને સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા. બાવળા પોલીસમાં કાર ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બાવળા તાલુકાના કોચરીયા ગામમાં આવેલા ભરવાડ વાસમાં રહેતાં શૈલેષ છનાભાઈ કોળી પટેલ તેમનાં મિત્ર યશ પ્રતાપભાઇ પગી અને અજય દશરથભાઇ પગી (બંને રહેવાસી, ઢેઢાળ) બાઈક લઈને ૨જોડા પાટીયા પાસે આવેલી કોલેજમાં ગયા હતા. કોલેજથી બપોરે ઘરે આવતાં હતા ત્યારે રજોડા પાટીયા નજીક આદિત્ય ગ્રીન ફલેટ સામે રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે ગાડી નંબર GJ-04-CA-4707 ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને બાઇકને ટક્કર મારતાં બાઇક ગાડી નીચે આવી ગયું હતું અને ત્રણેય યુવાનને શરીરે, હાથે -પગે ઇજાઓ થવા પામી હતી.

અકસ્માત બનતાં આજુબાજુમાંથી માણસો આવી ગયા હતાં અને કોઈએ 108 માં ફોન કરતાં તરત 108 આવી ગઈ હતી અને ત્રણેય ઇજાગ્રસ્ત્રોને બાવળાની ખાનગી હોસ્પીટલમાં લઈ ગઈ હતી. ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી છનાભાઇ વેલાભાઇ કોળી પટેલે બાવળા પોલીસમાં કાર ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...