તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રૂપાલમાં પટતલાવડા પાસેથી 3 જુગારી પકડાયા, 4 ભાગી ગયા

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંબાના ઝાડ નીચે ટોર્ચ લઇ જુગાર રમતા જુગારીમાં નાસભાગ મચી, પોલીસે 7690નો મુદ્દામાલ જપ્ત કર્યો

બાવળા તાલુકાનાં રૂપાલ ગામમાં આવેલા પટતલાવડા પાસે ખુલ્લામાં કેટલાક જુગારીઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે તેવી બાતમીનાં આધારે બાવળા પોલીસે દરોડો પાડતાં પોલીસને જોઇને 4 જુગારીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતાં જ્યારે જુગાર રમતા 3 જુગારીઓને પકડી લઈને તેમની પાસેથી 7690 રૂપીયા મળી આવતાં તેને જપ્ત કરીને જેલના સળીયા પાછળ ધકેલી દઈને તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને નાશી છૂટેલા જુગારીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રૂપાલ ગામમાં આવેલા પટતલાવડા પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીઓ તીનપત્તીનોં હારજીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં ખુલ્લી જગ્યામાં આંબાના ઝાડ નીચે ટોર્ચની લાઇટ ગોઠવીને કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું વળી જુગાર રમતા હતાં. જેથી પોલીસે કોર્ડન કરીને જુગારીઓને પકડવા જતાં પોલીસને જોઇને 4 જુગારીઓ નાસી છૂટવાંમાં સફળ રહ્યા હતાં જયારે 3 જુગારીઓને પકડી પાડીને તેમની પાસેથી મળેલા 6560 રૂપીયા રોકડા મળી કુલ 7690 રૂપીયા જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને ઝડપી લીધા હતા. જુગારીમાં રસીક અબ્દુલભાઇ બકોર, અકબર હાજીભાઇ વ્હોરા, મહેમુદ મીયાજીભાઇ વ્હોરનો સમાવેશ થાય છે.જ્યારે નાશી છૂટેલા જુગારીઓમાં ઇલીયાસ અબદુલભાઇ વ્હોરા,અંજારહુસૈન ઉસ્માનભાઇ વ્હોરા, એક્તાર અકબરભાઇ વ્હોરા, મુબા૨ક ઉર્ફે મુબો ઇસબભાઇ વ્હોરાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...