તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:બાવળામાંથી 3 જુગારી 11 હજારના મુદ્દામાલ સાથે ઝબ્બે

બાવળા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જોઇ જુગારીઓમાં ભાગદોડ મચી : 3 પકડાયા, બાકીના ભાગી ગયા

બાવળા પોલીસે બાતમી આધારે બાવળામાં આવેલી શકરામુખીની ફળીમાં ખુલ્લામાં જુગાર રમતાં 3 જુગારીઓને 11,010 રૂપીયા રોકડા સાથે પકડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે બાવળામાં આવેલી શકરામુખીની ફળીમાં રહેતાં સુરેશભાઇ અશોકભાઈ ઠાકોરનાં મકાન આગળ ખુલ્લામાં કેટલાક જુગારીઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં હતાં. જેથી પોલીસને જોઇને જુગારીઓ નાસવા લાગ્યા હતાં.

જેથી જુગારીઓ ભાગવા જતાં પોલીસે કોર્ડન કરીને 3 જુગારીઓને પકડી પાડીને તેમની પાસેથી કુલ 9310 રૂપીયા રોકડા અને 1700 રૂપીયા દાવ ઉપર મળી મળી આવતાં કુલ 11,010 રૂપીયા જપ્ત કરીને પકડાયેલા જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા જુગારીઓમાં ભૂપતભાઇ દેવુંભાઈ પગી (શકરામુખીની ફળી) અશરફભાઇ અમીરભાઇ ખલીફા (શકરામુખીની ફળી),રણજીતભાઇ નાનુભાઇ પગી ( બુટભવાનીનગર) નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...