ધરપકડ:બાવળામાં થયેલી હત્યાના 3 આરોપી પોલીસમાં હાજર થતાં ધરપકડ કરાઇ

બાવળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ સસ્પેન્ડ થયાની વાતનું મનદુ:ખ રાખી વોટ્સએપ ગ્રુપમાં કોઇ પોસ્ટ મૂકવા બાબતે બબાલ થતાં આર્મીના જવાનની હત્યા થઇ હતી

બાવળા તાલુકાનાં રાણેસર ગ્રામ પંચાયતના સરપંચ કોઇ કારણસર સસ્પેન્ડ થયા હોવાથી જેથી સસ્પેન્ડ થવા બાબતે મનદુ:ખ અદાવત રાખતાં હોવાથી અને ચારણ સમાજ વોટસએપ ગ્રુપમાં કોઇ પોસ્ટ મુકતાં તે બાબતે બોલાચાલી અને ગંદી બિભત્સ ગાળો બોલી માર મારવાની ધમકી આપતાં બાવળાની ભાગશ્રી સોસાયટીમાં તેઓ આ બાબતે વાતચીત કરવા જતાં ઉશ્કેરાઇ જઇ બોલાચાલી, ઝઘડો કરી છરીના ઘા મારીને એક આર્મીમેનની હત્યા કરી નાંખી હતી. અને એકને ઇજા થવા પામી હતી.

જેથી બાવળા પોલીસમાં 4 વ્યકિત સામે ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાંથી 3 આરોપીઓ પોલીસમાં હાજર થઈ જતાં પોલીસે તેમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.બાવળામાં મોબાઈલ ફોનમાં ચારણ સમાજ બાવળા ગ્રુપમાં પોસ્ટ મુકવા બાબતે અને રાણેસર ગ્રામ પંચાયતની સંરપંચની ચુંટણીમાં હર્ષદભાઇ ઉર્ફે હસમુખભાઇના પત્ની રેણુકાબેન સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જે પાછળથી કોઇ કારણસર સસ્પેન્ડ થયા હતા. જેથી તેને લાગેલ કે રેણુકાબેનને સસ્પેન્ડ કરવા પાછળ ફરીયાદી કૃણાલદાન મોડનાં ઘરના સભ્યોનો હાથ છે.

જે બાબતનું મનદુ :ખ અદાવત રાખીને આજ કારણે આ માણસો પૈકી રેણુંકાબેન તથા પૃથ્વીએ જયપાલસિહ ગઢવી (મોડ) જે આર્મીમાંથી થોડા મહીનાં પહેલા જ રીટાયર્ડ થયેલા છે તેમને પકડી રાખી હર્ષદભાઇએ છરીના ઘા મારીને મોત નિ૫જાવી તથા કૃણાલદાન મોડને સુરેશભાઇએ પકડી રાખી હર્ષદભાઇએ છરીના બે ઘા માર્યા હતા. આરોપીઓમાંથી હર્ષદભાઇ ઉર્ફે હસમુખભાઈ મહિપતરામ ગઢવી (મોડ), સુરેશભાઇ મહિપતરામ ગઢવી (મોડ) અને પૃથ્વી હર્ષદભાઇ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...