તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:બાવળા શહેરમાં આપના 27 સભ્યની નિમણૂક કરાઇ

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળા આપના પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારોની વરણી

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પગ પેસારો કરી દીધો છે. અને તેઓ ગુજરાત વિધાનસભાની 182 સીટો ઉપર પોતાના ઉમેદવારોને લડવાશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાતને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે સક્રિય બની છે.

લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ત્યારે બાવળા શહેરનાં સંગઠનનાં હોદેદારોની નિમણુંક કરવા માટે બાવળા શહેરમાં અામ આદમી પાર્ટી દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગીરીશભાઈ રાવલ, જીતુભાઈ ઠક્કર, પ્રકાશભાઈ પટેલ, લક્ષ્મણભાઈ ચૌહાણ, રિતેશભાઇ સરવૈયા, ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.

આ પ્રસંગે શહેરનાં હોદેદારોને નિમણુક પત્રો આપવામાં આવ્યા હતાં. તેમજ મિશન 2022 અંતર્ગત પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બને અને વોર્ડ લેવલના માળખા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.બાવળા શહેર પ્રમુખ તરીકે ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિમણુંક કરવામાં આવી હતી.ઉપપ્રમુખ તરીકે પટેલ વિપૂલભાઇ (દૂધવાળા), ઠક્કર રીકીનભાઈ.એચ.,પારેખ વિપૂલભાઇ, મહામંત્રી તરીકે પટેલ સંજયભાઈ.પી., ગોસ્વામી કલ્પેશભાઇ, મંત્રી તરીકે પટેલ વિનોદભાઇ ચીનુભાઈ તેમજ 4 સહમંત્રી,4 સંગઠન મંત્રી,5 સહ સંગઠન મંત્રી તેમજ મીડીયા સેલ પ્રમુખ, ઉપપ્રમુખ, લધુમતી મોરચા પ્રમુખ પ્રમુખ, યુવા મોરચા પ્રમુખ, વોર્ડ-5 માં 2 અને વોર્ડ-6માં 1 સભ્ય મળી કુલ 27 સભ્યોની નિમણુંક કરવામાં આવતાં બાવળા શહેર આમ આદમી પાર્ટીમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...