ચોરી:ડુમાલીના સોલર પાવર પ્લાન્ટમાંથી 25 સોલાર પ્લેટ અને વાયર ચોરાઇ ગયા

બાવળા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 4,04,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરાઇ

બાવળા તાલુકાના ડુમાલી ગામની હદમાં આવેલી જુનીપર સોલર પાવર પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરતી કંપની દ્વારા ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવા માટે લગાડેલી 3,75,000 રૂપિયાની 25 સોલર પ્લેટ અને 29,000 રૂપિયાનો સોલર પ્લેટમાં લગાડવાનાં 500 મીટર વાયરો મળીને કુલ 4,04,000 રૂપિયાના મુદ્દામાલની કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરીને નાસી છૂટતાં કેરાળા જી.આઈ.ડી.સી પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી નાશી છૂટેલા ચોરોને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

બાવળા તાલુકાના ડુમાલી ગામની હદમાં આવેલી જુનેપર સોલર પાવર પ્લાન્ટમાં એચ.આર એડમીન તરીકે નોકરી કરતાં આશીષભાઇ સુરેન્દ્રકુમાર શર્માએ કેરાળા જી.આઇ.ડી.સી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, સોલર પ્લાન્ટમાં સોલર પ્લેટો જાન્યુઆરી મહીનામાં આશરે 1,02,157 જેટલી આવેલી હતી. ડુમાલી ગામના કાન્તીભાઇ પંડીતનું ખેતર પણ અમે ભાડે રાખ્યું હોવાથી અમે તેને બ્લોક નંબર 3 નામ રાખ્યું છે. જેમાં અમે 25 સોલર પ્લેટો 2 તારીખે સાંજનાં 6 વાગ્યે મુકી હતી. 3 તારીખે બપોરે 11 વાગ્યે અમારી કંપનીના સ્ટોર ઇનર્ચાજ ગણપતભાઇ ચૈાઘરી સ્થળ તપાસમાં ગયા ત્યારે ત્યાં મુકેલી 25 સોલર પ્લેટોની ચોરી થવા પામી હતી.

તેમજ બ્લોક નંબર 2 માં લગાડેલા સોલર પાવર પ્લાન્ટમાં કેબલ વાયરોની તપાસ કરતાં તેની પણ ચોરી થયેલાનું જણાતાં આ બાબતે મને ચોરી થયાની જાણ કરતાં કેરાળા જી.આઇ.ડી.સી. પોલીસમાં 15,000 રૂપિયાની 1 સોલર પ્લેટ મુજબ 3,75,000 રૂપિયાની 25 સોલર પ્લેટો અને 58 રૂપિયા 1 મીટરનાં વાયર મુજબ 29,000 રૂપિયાનાં 500 મીટર સોલર પાવર પ્લાન્ટમાં લગાવેલા કેબલ વાયર મળી કુલ 4.4 લાખની ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...