તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:કાવીઠા પ્રા.આ.કેન્દ્રના 45 વર્ષથી વધુના 2123 લોકોને રસી અપાશે

બાવળા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાવીઠામાં જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખે રસી લીધી
 • બાવળા શહેરી વિસ્તારના 13796 લોકોને કોરોનાની ૨સી આપવાનું આયોજન કરી દેવામાં આવ્યું

બાવળા તાલુકાનાં કાવીઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 45 વર્ષથી વધુ ઉંમરની વ્યકિતઓને કોરોનાની ૨સી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ ૨મેશભાઇ મકવાણા, જીલ્લા પંચાયતનાં સદસ્ય ઇશ્વરભાઇ મકવાણા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઇ ડાભી, તાલુકા ભાજપ મહામંત્રી ચેતનસિહ ગોહિલ, કાવીઠાનાં મેડીકલ ઓફીસર ડો.રાકેશ મહેતા, ભાજપનાં આગેવાનો, હોદેદારો અને આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો.

આ પ્રસંગે જીલ્લા પંચાયતનાં ઉપપ્રમુખે અને ભાજપનાં હોદ્દેદારોએ કોરાનાની રસી લઇને લોકોને રસીથી કોઈ આડ અસર થતી નથી અને તે સુરક્ષિત છે. કોરોના સામે રક્ષણ આપશે. જેથી 45 વર્ષથી વધુનાં તમામે કોરોનાની ૨સી લેવા જણાવ્યું હતું. તેમજ ડો.રાકેશ મહેતાંએ જણાવ્યું હતું કે કાવીઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સેવા વિસ્તારનાં 45 વર્ષથી ઉપરનાં 2123 લોકોને તેમજ બાવળા શહેરી વિસ્તારનાં 13796 લોકોને કોરોનાની ૨સી આપવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો