તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:આદરોડા પાસેથી પાણીપુરીના ચોરીના 2 સ્ટીલના કાઉન્ટર સાથે 2 ચોર ઝબ્બે

બાવળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાવળા અને નળસરોવર રોડ પરના કેરાળાથી ચારેક દિવસ પહેલાં પાણીપુરીના કાઉન્ટરની ચોરી થઇ હતી, બાવળા પોલીસે બંને આરોપીને ઝડપી લીધા

બાવળા અને કેરાળાથી નળસરોવર રોડ ઉપરથી થોડા દિવસ પહેલા કોઈ ચોરોએ 25000 રૂપીયાનાં પાણી પુરીનાં 2 સ્ટીલના કાઉન્ટરો ચોરીને લઈ ગયા હતાં. જેની બાવળા પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરતાં બાતમીનાં આધારે આદરોડા ચોકડી પાસેથી પોલીસે ચોરી થયેલા બે સ્ટીલના કાઉન્ટરો સાથે 2 ચોરોને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

બાવળામાં સ્ટેશન રોડ ઉપર આવેલા દર્પણ સ્ટુડીયો બાહર રાખવામાં આવેલું તેમજ બાવળા તાલુકાનાં કેરાળાથી નળસરોવર રોડ ઉપર રાખવામાં આવેલા પાણી પુરીનું સ્ટીલનું કાઉન્ટર બંને ભાઇના એક જ રાતમાં કુલ 25000 રૂપીયાનાં સ્ટીલનાં કાઉન્ટરોની ચોરી થતાં નારાયણલાલ હિરાલાલ ગુર્જરે બાવળા પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

જયવીરસિંહ અને અશોકસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે વાદળી કલરની અતુલ શક્તિ લોડીંગ રીક્ષા નંબર - જી.જે. 38 ડબલ્યુ 3681 માં બે ચોરી થયેલા સ્ટીલના પાણીપુરીના કાઉન્ટરો લઇને બાવળા થી બગોદરા તરફ વેચાણ કરવા માટે નીકળ્યા છે.જે બાતમીનાં આધારે બાવળામાં આવેલી આદરોડા ચોકડી ઉપર વોચ ગોઠવાઈ ગયા હતા.

બાતમી મુજબની રિક્ષા આવતાં તેને ઉભી રખાવીને તપાસ કરતાં તેની અંદરથી ચોરી થયેલા 25000 રૂપીયાનાં પાણી પુરીનાં 2 સ્ટીલનાં કાઉન્ટરો મળી આવતાં તેને જપ્ત કરીને 2 ચોર જયેશભાઇ રતીલાલ ઠાકોર, રહેવાસી, કુમારશાળા પાછળ નરનારાયણ સોસાયટી, બાવળા અને લાખનસિંહ પાતીરામ કુસ્વાહ,હાલ રહેવાસી, ફેદરા,તા. ધંધુકા(મુળ રહેવાસી, મધ્યપ્રદેશ)ને ઝડપી લઇને પૂછપરછ કરતાં આ બંને કાઉન્ટરો બાવળા અને કેરાળાથી ચોરી કર્યાનું કબુલતાં બંનેને પોલીસે જેલનાં સળીયા પાછળ ધકેલી દઈને થોડા જ દિવસમાં ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલી દઇ બાવળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો