તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:2 શિક્ષિકાએ ટોય ફેરમાં રાજ્યકક્ષાએ ભાગ લેતાં ગામ તરફથી સન્માન કરાયું

બાવળા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાવળા નજીકની ડરણ પ્રાથમિક શાળામાં સન્માન સમારોહ
 • જિલ્લા કક્ષા સુધી શાળાનાં શિક્ષિકા નિલમબેન અને રાજ્યકક્ષા સુધી છાયાબા વાઘેલાએ ભાગ લઇ ગૌરવ વધાર્યું હતું

બાવળા નજીક આવેલા સાણંદ તાલુકાની ડરણ પ્રાથમિક શાળાની બે શિક્ષિકા બહેનોએ જીલ્લા અને રાજ્ય કક્ષાનાં યોજાયેલા ટોય ફેરમાં ભાગ લઈને ગામનું, શાળાનું અને તાલુકાનું ગૌરવ વધારવા બદલ ડરણ જય માંધાતા યુવા સંગઠન દ્વારા કોરોના ગાઈડ-લાઈન અનુસરીને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયતનાં સદસ્ય ભરતભાઇ ગોહેલ, બાવળા તાલુકા પંચાયતનાં પ્રમુખનાં પતિ વિષ્ણુભાઈ કોળી પટેલ, અમદાવાદ જીલ્લા યુવા અખીલ ભારતીય કોળી સમાજનાં ખજાનચી ઘનશ્યામભાઈ સોલંકી, શાળાનાં આચાર્ય વિજયભાઇ સુતરીયા અને શાળાનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

તાજેતરમાં જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરીત અને શ્રી મહાલક્ષ્મી જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ ગ્રામ્ય દ્વારા આયોજીત કોરોના ને લઇને આ વર્ષે વર્ચુયલ ટોય ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જીલ્લા કક્ષા સુધી શાળાનાં શિક્ષિકા નિલમબેન અને રાજ્યકક્ષા સુધી છાયાબા વાઘેલાએ ભાગ લીધો હતો.જેથી બંનેનું પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ આ પ્રસંગે સૌથી નાની ઉંમરે બાવળા તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે પિન્ટુબેન વિષ્ણુભાઈ કોળી પટેલની નિમણુંક થતાં તેમનાં પ્રતિનિધિ તરીકે વિષ્ણુભાઈને અને જીલ્લા પંચાયત સદસ્ય ભરતભાઇને પણ શાલ ઓઢીડીને સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો