તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:બાવળા અને કેરાળામાં પાણીપુરીના સ્ટીલના 2 કાઉન્ટરની તસ્કરી થઇ

બાવળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મૂળ રાજસ્થાનના 2 ભાઇ પાણીપુરીનો વેપાર કરે છે : 25 હજારના મુદ્દામાલની ચોરી અંગે બાવળા પોલીસમાં ફરિયાદ

બાવળા શહેર અને તાલુકામાં ચોરીનાં બનાવો વધી રહ્યા છે.બાવળા પંથકમાં પણ હવે નાની-નાની ચોરીઓ, વાહનની ચોરીઓ વધી રહી છે.બાવળા શહેરમાંથી અને તાલુકાનાં કેરાળાથી નળસરોવર રોડ ઉપરથી કોઈ અજાણ્યા ચોરએ ફરી પાણીપુરીના સ્ટીલના કાઉન્ટર 25000 રૂપીયાનાં નંગ-2 ની ચોરી કરીને ભાગી ગયા હતાં.જેથી પાણીપુરીની લારી નાં માલીકે બાવળા પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.​​​​​​​

બાવળામાં આવેલા જૈનદેરાસર વાળા ખાંચામાં રહેતાં નારાયણલાલ હિરાલાલ ગુર્જર (મૂળ રહેવાસી રાજસ્થાન) પાણી પુરીની લારી ચલાવીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. તેણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તે બાવળા નગરપાલીકાની બાજુમાં દર્પણ સ્ટુડીઓ પાસે દેવનારાયણ નામની પાણી પુરીની લારી ઉભી રાખી ધંધો કરે છે. સવારે તે અને તેનો ભાઇ લેહરુલાલ હિરાલાલ ગુર્જર બંને પાણી પુરીની લારી ઉપર ધંધો કરવા ઘરેથી નીકળ્યા હતાં.​​​​​​​ લેહરુલાલ તાલુકાનાં કેરાળાથી નળસરોવર જવાના રોડ ઉપર પાણી પુરીની લારી ઉપર ગયો હતો.

બંને ભાઈઓ પોતાની લારી પાસે ગયા તો બંનેની પાણીપુરીની લારીઓની ચોરી થવા પામી હતી. તેમણે આજુબાજુ અને ગામડાઓમાં તપાસ કરવા છતાં મળી નહીં આવતાં બાવળા પોલીસમાં કેરાળાથી 10000 રૂપીયાની લારી તેમજ બાવળામાંથી 15000 રૂપીયાની પાણી પુરીની લારી સ્ટીલના કાઉન્ટર વાળી મળી કુલ 25000 રૂપીયા 2 લારીઓની ચોરી થયાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધી નાસી છૂટેલા ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો