તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ગુંદી ફાટક પાસે લક્ઝરી બસ સાથે કાર અથડાતાં 2ને ઈજા, બમ્પના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો

બાવળા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

બાવળા તાલુકાનાં બગોદરા-ધંધુકા હાઈ વે ઉપર આવેલા ગુંદી ફાટક પાસે વહેલી સવારે લકઝરી બસ સાથે કાર અથડાતાં બે વ્યકિતને ગંભીર ઇજાઓ થવા પામી હતી. પ્રાપ્ત માહીતી મુજબ મહેસાણાનાં વિજાપુર તાલુકાનાં ફિરોઝપુર ગામમાં રહેતાં વિશાલભાઈ જયંતીભાઈ પટેલ પોતાની અર્ટીકા ગાડીમાં જેપુર ગામનાં પટેલ વિપુલભાઈ હરિભાઈ બંને જણા વિજાપૂરથી ભાવનગર પાસે આવેલા અલંગ જવા માટે નીકળ્યા હતાં. વિપુલભાઈ ગાડીની પાછળની સીટમાં સૂતા હતા.

ગાડી વહેલી સવારે 3 વાગે બગોદરાથી આગળ આવેલા ગુંદી ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બમ્પ આવતા ખબર નહીં રહેતાં કાર ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ગુમાવતા સામે ધંધુકા તરફથી આવી રહેલી લકઝરી બસ સાથે જોરદાર ધડાકા સાથે કાર અથડાઈ હતી.જેથી ગાડીની એક સાઈડ ને ભારે નુકશાન થવા પામ્યું હતું અને ગાડીમાં સવાર બંન્ને વ્યકિતને હાથે -પગે અને શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી.જેથી કોઈએ 108 ની ઈમરજન્સી સેવાને અકસ્માતની જાણ કરતાં બગોદરા 108 નાં ઈ.એમ.ટી. રોહન દુલેરા અને પાઇલોટ લાલજીભાઈ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી જઇને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતાં.ઇજાઓ વધુ થઈ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો