ધરપકડ:જુવાલ રૂપાવટીમાંથી 2 જુગારીને ઝડપી લેવાયા, પોલીસને જોઇ 2 જગારી ભાગી ગયા

બાવળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાવળા પોલીસે બાતમી આધારે તાલુકાનાં જુવાલ રૂપાવટી ગામની પ્રાથમિક શાળાની પાછળનાં રોડ ઉપર જાહેરમાં જુગાર રમતાં 2 જુગારીઓને જુગાર રમતાં ઝડપી લીધા હતાં.અને 2 જુગારીઓ પોલીસને જોઈને ભાગી જવામાં સફળ રહ્યા હતાં.પોલીસે પકડાયેલા જુગારીઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇને ચારેય જુગારીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બાવળા પોલીસને બાતમી મળી હતી કે જુવાલ રૂપાવટી ગામમાં આવેલી સ્કુલની પાછળ તરફ જવાનાં રોડ ઉપર કેટલાક જુગારીઓ જાહેરમાં ખુલ્લી જગ્યામાં બેસી હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે.

જે બાતમીનાં આધારે બાતમી મુજબની જગ્યાએ પોલીસે દરોડો પાડતાં ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળુ વળી હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતાં. દુરથી પોલીસને જોઇને તેઓ ભાગવા લાગ્યા હતાં.પોલીસે કોર્ડન કરીને 2 જુગારીઓને પકડી લીધા હતાં.અને 2 જુગારીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતાં.તેમની પાસેથી મળેલા 900 રૂપીયા તથા દાવ ઉપરથી મળેલા 250 રૂપીયા મળી કુલ 1150 રૂપીયા જપ્ત કર્યા હતા. જુગારીઓમાં શૈલેષ ધનાભાઈ પરમાર અને રાહુલ ચીમનભાઈ પરમારનો સમાવેશ થાય છે.અને ભાગી ગયેલા પ્રિન્સ બચુભાઈ પરમાર અને નટુ માલાભાઈ પરમાર, નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...