તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બાવળામાં સાણંદ ચોકડી પર વાહનની અડફેટે 2 ગાયનાં મોત

બાવળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માખી-મચ્છરથી બચવા પશુઓ હાઇવે પર અડિંગા જમાવતાં હોય છે

ચોમાસાની સીઝન શરૂ થતાં જ માંખી - મચ્છરોથી બચવા માટે રોડ - રસ્તાઓ ઉપર ગાયો અડીંગો જમાવીને બેસી જાય છે.ગાયો રોડ - ૨સ્તાઓ ઉપર બેસી જતી હોવાથી અનેક અકસ્માતો થવા પામે છે.જેમાં ગાયોને પણ ઇજાઓ થાય છે.જેથી ગોરક્ષકો અને ગોપ્રેમીઓને ખબર પડે એટલે તેમની સારવાર પણ કરાવે છે.

અકસ્માતમાં અનેક ગાયોનાં મોત પણ થાય છે.ત્યારે ગઈ રાત્રે બાવળામાં આવેલી સાણંદ ચોકડી નજીક હાઈ-વે ઉપર ગાયો બેઠી હતી અને કોઈ અજાણ્યા વાહન ચાલકે ગાયો ઉપર પોતાનું વાહન ચડાવીને જતાં રહેતાં બે ગાયોનાં લોચા નીકળી ગયા હતાં.અને બંન્ને ગાયોના મોત થવા પામ્યા હતાં.

આ બાબતની જાણ અખીલ વિશ્વ ગોસંવર્ધન ટ્રસ્ટ દીલ્હીનાં પ્રમુખ રણછોડભાઇ અલગોતરને થતાં તેઓ સ્થળ ઉપર પહોંચી જઈને તેને ત્યાંથી ઉપાડવાની અને તેનો યોગ્ય નિકાલ કરવા માટે લાગતાં -વળગતાં ને જાણ કરી ત્યાંથી ઉપડાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...