તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રજોડા ગામે ખેતરમાં જુગાર રમતાં 2 પકડાયા, 2 ફરાર

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાવળા પોલીસે બાતમીને આધારે દરોડો પાડ્યો

બાવળા શહેર અને તાલુકામાં દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. જેથી અડ્ડાઓ બંધ કરાવવા અને અસામાજીક પ્રવૃત્તી કરતાં લોકોને પકડી લેવા અધિકારીએ સુચના આપી હતી. જેથી બાવળા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે બાવળા - સરખેજ હાઇ-વે ઉપર ૨જોડા ગામની સીમમાં આવેલી પ્રજાપતિ કાઠીવાવાડી હોટલ સામે બાવળની ઝાડીમાં કેટલાક જુગારીઓ બાવળની ઝાડીમાં બેસીને તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીનાં આધારે બાવળા પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું વળી હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા હતાં.

પોલીસને જોઇને જુગારીઓ ભાગવા લાગ્યા હતાં જેથી પોલીસે કોર્ડન કરીને 2 જુગારીઓને પકડી લીધા હતાં.અને 2 જુગારીઓ બાવળની ઝાડીમાં ભાગી ગયા હતાં.જેથી પોલીસે પકડાયેલા 2 જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈ તેમની પાસેથી 1750 રૂપીયા કબ્જે કરીને 4 જુગારીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી નાશી છૂટેલા જુગારીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પકડાયેલા જુગારીઓમાં પ્રવિણ વાલજીભાઇ વણકર ( દેવ ધોલેરા, તા.બાવળા), દિનેશ ખાનાભાઇ વાધેલા( કેશરસીટી, મોરૈયા, તા.સાંણદ, મુળ રહે, સીધરેજ, તા.ધોળકા) તેમજ નાશી છૂટેલા જુગારીઓમાં મુકેશ નાગરભાઇ મકવાણા ( કાવીઠા, તા.બાવળા), પ્રકાશ વણકર (મોરૈયા કેશરસીટી, તા . સાંણદ, મુળ રહે - ખંભાત)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...