કાર્યવાહી:બગોદરા ટોલટેક્સ પાસે ટ્રકમાંથી દારૂની 4736 બોટલો સાથે 2 ઝબ્બે

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 લાખના દારૂ સહિત ટ્રક સાથે રૂ. 24 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

એલ.સી.બી.ની ટીમે બાતમી આધારે બગોદરા ટોલટેક્ષ પાસેથી બંધ બોડીની આયસરમાંથી 18,79,400 રૂપીયાની વિદેશી દારૂની બોટલ કુલ નંગ 4736 નો જથ્થો મળી આવતાં કુલ 24,01,400 નો મુદામાલ જપ્ત કરીને બે બુટલેગરને પકડી પાડી માલ મોકલનાર અને માલ મંગાવનાર વિરૂદ્ધમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ જીલ્લામાંથી મોટાપાયે બીજા રાજયોમાંથી સૌરાષ્ટ્ર તરફ વિદેશી દારૂ જઈ રહ્યો છે.જેથી જીલ્લામાં દારૂ,જુગારની પ્રવૃતિ અટકાવવા અને દારૂબંધીનો કડક અમલ થાય તેમજ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે અમદાવાદ રેન્જ પોલીસ મહાનિરીક્ષક વી.ચંન્દ્રશેખરે જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવને સૂચના આપી હતી.

જેથી જીલ્લા પોલીસ વડાએ ખાસ એકશન પ્લાન બનાવી વ્યુહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકીંગ કરી પરીણામ લક્ષી કામગીરી કરવા માટે જીલ્લાનાં પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.જેથી એલ.સી.બી.ની ટીમે પોતાના બાતમીદારો કાર્યરત કર્યા હતાં.જેથી કોન્સ્ટેબલ જયદીપસિંહ પઢીયારને બાતમી મળી હતી કે બંધ બોડીની આયસર નંબર MH- 50 - 0651 માં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરીને રાજકોટ તરફ જઇ રહી છે.

બાતમીનાં આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.ગોહીલ , પી.એસ.આઇ., જી.એમ.પાવરા , જે.યુ.કલોત્રા, એસ.એસ.નાયર,.કોન્સ્ટેબલ બિરેન્દ્રસિહ ડાભી,અજયભાઇ બોળીયા,વિપુલભાઇ પટેલ, જયદિપસિંહ પઢીયાર, ભાનુભાઇ ભરવાડ બગોદરામાં આવેલા ટોલટેક્ષ નજીક હોટલ પાસે વોચમાં ગોઠવાઇ ગયા હતાં.

થોડીવારમાં બાતમી મુજબની બંધ બોડીની આયસર નીકળતાં તેને ઉભી રખાવીને અંદર તપાસ કરતાં વિદેશી દારૂની 376 પેટી અને 224 છૂટી બોટલો મળી કુલ 4736 બોટલો મળી આવી હતી.જેથી 18,79,,400 રૂપીયાનો વિદેશી દારૂ,4000 રૂપીયાનાં 3 મોબાઇલ, 18,000 રૂપીયા રોકડા,5,00,000 રૂપીયાની આયસર મળી કુલ 24,01,400 રૂપીયાનો મુદ્દામાલ મળી આવતાં તેને કબ્જે કરીને કિશોરસિહ ભવરસિહ રાવત અને ત્રીલોકસિહ ભવરસિહ સિસોદિયાને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...