ગ્રાઉન્ડ રિપોર્ટ:ધોળકા બેઠકમાં 18 ગામ અને બાવળા નગર અને 33 ગામનો સાણંદ બેઠકમાં સમાવેશ

બાવળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં બાવળા તાલુકો 2 વિધાનસભામાં વિભાજીત થયો છે

બાવળા તાલુકાને 2 વિધાનસભામાં વહેંચી દેવામાં આવ્યો છે ત્યારથી બાવળા તાલુકાના ઉમેદવારને ભાજપે ટીકીટ આપી નથી. બાવળા તાલુકાના કુલ 1,25,386 મતદારોમાંથી 85,316 મતદારો સાણંદ સીટમાં અને 40,070 મતદારો ધોળકા સીટમાં આવે છે. દર વર્ષે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો જંગ હોય છે. પણ આ વર્ષે ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થવાનો છે. તમામ પક્ષોનાં ઉમેદવારોએ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ હજુ જોઈએ તેઓ ચૂંટણી માહોલ જામતો નથી.

બાવળા વિધાનસભાની સીટને 2 ભાગમાં વહેંચી દેવામાં આવી છે. અને ત્યારથી અત્યાર સુધીમાં બાવળા તાલુકાને પ્રતિનિધિત્વ મળ્યું નથી. બાવળા તાલુકાનાં કુલ 51 ગામ અને બાવળા શહેર (નગરપાલીકા) છે. તેમાંથી 33 ગામ અને બાવળા શહેરને સાણંદ વિધાનસભામાં મુકી દીધા છે. અને 18 ગામને ધોળકા વિધાનસભામાં આવરી લીધા છે. મતદારોની વાત કરીએ તો બાવળા તાલુકાનાં કુલ 1,25,386 મતદારોમાંથી સાણંદ સીટમાં 33 ગામડના 85,316 મતદારો આવે છે. જેમાં 30203 પુરૂષ મતદારો અને 27,420 સ્ત્રી મતદારો છે. તેમજ બાવળા શહેર (નગરપાલીકા)ના 27,693 મતદારોમાં 14,321 પુરૂષ મતદારો અને 13,370 સ્ત્રી મતદારો અને 2 અન્ય મતદારો મળી 27,693 મતદારો છે. સાણંદ સીટમાં સૌથી વધારે કોળી પટેલ સમાજનાં મતો છે. તેથી દર વખતે ભાજપ અને કોંગ્રેસ કોળી પટેલ સમાજને જ ટીકીટ આપે છે. બીજા નંબરે ક્ષત્રીય સમાજનાં વોટ છે. ધોળકા વિધાનસભા સીટમાં બાવળા તાલુકાનાં 18 ગામ આવે છે. 18 ગામડાનાં કુલ 40,070 મતદારો છે. જેમાં 20,709 પુરૂષ મતદારો અને 19,361 સ્ત્રી મતદારો છે. ધોળકા સીટ ઉપર કોળી પટેલ અને ક્ષત્રીયનું પ્રભુત્વ છે. આ સીટ ઉપર ભાજપે 8 વખત ભૂપેન્દ્રસિહ ચુડાસમાને ટીકીટ આપે છે અને કોગ્રેસ કોળી પટેલ સમાજને ટીકીટ આપે છે. ગત વિધાનસભા ભાજપે પાતળી બહુમતીથી જીતી હતી અને તેને કોગ્રેસનાં ઉમેદવારે કોર્ટમાં પડકારી હતી. જે કેશ સુપ્રિમકોર્ટમાં પેન્ડીંગ છે.

આ વર્ષે પણ ભાજપે ક્ષત્રીય કિરીટસિંહ ડાભીને આપી છે. કોંગ્રેસે ગયા વર્ષે હારેલા ઉમેદવાર અશ્વિન રાઠોડને રીપીટ કર્યા છે. આમ આદમી પાર્ટીએ ક્ષત્રીય જટુભા ગોળને ટીકીટ આપી છે. જેથી ક્ષત્રિય વોટ મહત્વનાં રહેશે.નગરપાલીકામાં રોડ - રસ્તા, ગટર અને પીવાનાં પાણીની સમસ્યાઓ ચાલતી રહી છે. જેથી તમામ ઉમેદવારો દ્વારા રોજ સવારે 10 ગામનો પ્રચાર કરાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...