તસ્કરી:બાવળાના ખેતરમાંથી 16 બકરાં ચોરાયાં

બાવળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળામાં આવેલી અહેમદી સોસાયટીમાં રહેતાં નુરીબેન કરીમભાઇ કુરેશીએ ફરીયાદ નોંધાવી છે કે તે ઘરેથી પોતાના 16 બકરા લઇ ચારવા માટે આર્ચી ફાર્મની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ચારવા માટે ગઇ હતી. બપોરે એક વાગે એક સફેદ કલરની ગાડી લઇને મટોડા ગામના કનુભાઇ મણાભાઇ દેવીપૂજક અને રસીકભાઇ બચુભાઇ દેવી પુજક આવ્યા હતા અને બે બકરા આ બન્ને જણાએ ગાડીમાં નાખીને નજર સામે જતા રહ્યા હતા.તપાસ કરતાં ગાડી રાશમ રોડ તરફ જતી રહી હતી.જેથી તેમણે પોલીસમાં એક બકરાની 2500 રૂપીયા કિમત ગણી 5000 રૂપીયાનાં બે બકરાની ચોરી કરીને લઇ ગયાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...