બજેટ મંજૂર:બાવળા નગરપાલિકાનું 1.41 કરોડનું બજેટ મંજૂર

બાવળા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 કરોડની ઉઘડતી સીલક બતાવવામાં આવી

બાવળા નગરપાલિકા કચેરીના હોલમાં 2023-24ના વર્ષના બજેટ માટેની મીટિંગ મળી હતી. જેમાં સર્વાનુમતે 1.41 કરોડ રૂપિયાનું પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં 57,64,92,100 રૂપિયાની આવક બતાવવામાં આવી હતી. જેમાં 3,25,00,000 રૂપિયા સ્થાનિક દ૨ અને બીજા વેરાની આવક, 14,10,00,000 રૂપિયા પ્રધાનમંત્રી આવાસ યોજનાની આવક, 1,13,24,100 રૂપિયા ફીની આવક, 78,75,000 રૂપિયા ફી/ભાડા/અન્ય આવક, 16,41,50,000 રૂપિયા ગ્રાન્ટોની આવક, 1,96,43,000 રૂપિયા દેવા અને જવાબદારી તથા અનામતોની આવક થશે.

અને 20,00,00,000 રૂપિયા ઉઘડતી સીલક બતાવવામાં આવી હતી. તેની સામે 36,23,06,000 રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. ખર્ચમાં 1,87,70,000 રૂપિયા સેનિટેશન વિભાગ પાછળ, રૂ. 6 લાખ ફાયર વિભાગ પાછળ, 62,70,00,000 રૂપિયા જાહેર બાંધકામ ખર્ચ, 1,37,00,000 રૂપિયા ભૂગર્ભ ગટર વિભાગ પાછળ, 2,48,50,000 રૂપિયા વોટર વર્ક્સ વિભાગ પાછળ, 89,50,000 રૂપિયા સ્ટ્રીટ લાઈટ વિભાગ પાછળ, 18,29,00,000 રૂપિયા પ્રધાનમંત્રી આવાસ યોજના પાછળ, 2,14,56,000 રૂપિયા દેવા અને જવાબદારી તથા અનામતોમાં, 2,47,50,000 રૂપિયા મહેકમ ખર્ચ-મહેસુલી ખર્ચ, 36,30,000 રૂપિયા સામાન્ય વહીવટ પાછળ ખર્ચ થશે. તેમજ 21,41,86,100 રૂપિયા બંધ સીલક રહેશે.

અન્ય સમાચારો પણ છે...