તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:ઇકો કારના સાઇલેન્સર ચોરતી 5 ગેંગના 14 આરોપી ઝબ્બે, પશુચોરી સહિત 95 ગુના આચર્યાની કબૂલાત

બાવળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
LCBની ટીમે 13.95 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. - Divya Bhaskar
LCBની ટીમે 13.95 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
  • રૂપાલ ગામની આસીફ પાર્ટીની ગેંગના સાગરીતો ગેંગમાંથી છૂટા પડી અલગ અલગ ગેંગ બનાવીને ચોરી કરતા હતા
  • નાણા વહેંચણીમાં મનદુ:ખ થતાં ગેંગ વિખેરાયા બાદ 5 ગેંગ અસ્તિત્વમાં આવી

અમદાવાદ, સુરેન્દ્રનગર , ગાંધીનગર , મહેસાણા , ખેડા , આંણદ જિલ્લામાં ઇકો ગાડીના સાઇલેન્સની ચોરી અને ઢોર ચોરીના બનાવો વધી રહ્યા છે. આ ગુના આચરતી ગેંગે તરખાટ મચાવ્યો છે.જેથી જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે આ ગુના આચરતી અલગ અલગ 5 ગેંગના 14 ચોરોને 13,95,000 રૂપીયાના મુદામાલ સાથે ઝડપીને સાઇલેન્સર તથા ઢોર ચોરીના 95 થી વધુ ગુનાનો ભેદ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી.એ ઉકેલી દીધો છે.

અમદાવાદ જીલ્લામાં નોધાયેલા અને વણ શોધાયેલા મિલ્કત સંબધિ ગુનાઓ શોધવા અમદાવાદ રેન્જ પોલીસ મહાનિરીક્ષકે જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવને સૂચના આપી હતી. જેથી જીલ્લા પોલીસ વડાએ દરેક પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. જેનાં ભાગરૂપે એલ.સી.બી.પી.આઇ. આર.જી.ખાંટે પો.સ.ઇ. જી.એમ. પાવરા ,આર.એસ.શેલાણા, એસ.એસ.નાયરના નેતૃત્વ હેઠળ એલ.સી.બી ની અલગ અલગ ટીમો બનાવી વણ શોધાયેલા મિલ્કત સંબંધી ગુનાની માહિતી એકઠી કરી ગુનાની પધ્ધતિના આધારે સ્કૂટીની કરી પોતાના બાતમીદારોને કાર્યરત કર્યા હતાં.

તેના પરીણામ સ્વરૂપે બાવળા તાલુકાનાં રૂપાલ ગામની આસીફ પાર્ટીના ગેંગના સાગરીતો ગેગંમાંથી છૂટા પડી અલગ અલગ ગેગં બનાવીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના આજુબાજુના જિલ્લાઓમાંથી ઇકો ગાડીના સાઇલેન્સરની ચોરીઓ કરતા હોવાની પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકીની બાતમી આધારે બાવળામાં આવેલા ઢેઢાલ ચાર રસ્તા અને ધોળકાનાં પુલેન ત્રણ રસ્તા ઉપર અલગ અલગ ટીમે વોચ ગોઠવીને 14 ચોરોને પકડી પાડીને 13,95,000 રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરીને જેલના સળીયા પાછળ ધકેલી દઇને આગવી ઢબે પૂછપરછ કરતાં જુદાં-જુદાં જીલ્લામાંથી 64 સાયલેન્સર ચોરીના અને 31 પશુ ચોરીના મળી કુલ 95 ગુનાઓની કબુલાત કરવામાં આવી હતી.અને હજુ વધુ ગુનાઓનો ભેદ ઉકેલાવાની શક્યતાં રહેલી છે.

પકડાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી આસિફ ઉર્ફ પાર્ટી અયુબભાઇ વ્હોરા (રૂપાલ, તા. બાવળા) ,ઇરફાન ઉર્ફે પોંજો પુંજાભાઈ વ્હોરા (રૂપાલ),મુસ્તુફા ઉર્ફે મુસ્તાક બાપુ અલીશા ફકીર (રૂપાલ), સાજીદ ઉર્ફ એકડ ઇબ્રાહીમભાઇ મલેક (ધોળકા ખલ્લકપુરા), સલીમ ઉર્ફ લીમડી ઇસુબભાઇ દિવાન (વઢવાણ,મફતિયાપરા તા.જી. સુરેન્દ્રનગર), વિજયભાઇ સવજીભાઇ ઠાકોર (ધોળકા), નિયામતહુસેન ઉર્ફે ભુરો બસીરમીયાં મલેક (ધોળકા) , મુઝફ્ફર અયુબભાઇ કુરેશી (ધોળકા કસાઇવાડા), આર્ષદ ઉર્ફે મોરસ સુલેમાનભાઇ વ્હોરા (રૂપાલ),રિયાઝ ઉર્ફ દબંગ રાજાભાઇ વ્હોરા (રૂપાલ), બોટ સલીમભાઇ વ્હોરા (રૂપાલ), પરેશગીરી પ્રભાતગીરી ગોસ્વામી (તા.સાણંદ) શાહરૂખ ગુલામભાઇ વ્હોરા (રૂપાલ), અશરફ ઉર્ફ ગાંધી ગુલામ રસુલ મનસુરી (ધોળકા)નો સમાવેશ થાય છે.તેમની પાસેથી ઇકો ગાડીના સાયલેન્સર 1,80,000 રૂપીયાનાં 12 નંગ, સાયલેન્સરની પ્લેટીનિયમ મીશ્રીત માટી 60,000 રૂ.નો 6 કિલો, રૂ.45,000 રોકડા, રૂ.46,000નાં 10 મોબાઇલ, 10,70,000 રૂ. 4 કાર જેમાં હોન્ડાઇ આઇ-20 કાર,મારૂતી રીઝટ કાર , મારૂતી સ્વિફ્ટ કાર અને ઇનોવા કાર મળી કુલ રૂ.13,95,000નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

આરોપીઓની પૂછપરછ કરતા તેમણે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ભડિયાદ, સુરેન્દ્રનગરમાં-29, ગાંધીનગરમાં-15, મહેસાણામાં -5, ખેડામાં-5, આંણદ જિલ્લા-9 મળી આશરે 64થી વધુ ઇકો ગાડીના સાયલેન્સર ચોરી , અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી તથા આણંદ 21 જિલ્લામાંથી-10 મળી કુલ-31 ઢોર ચોરીના ગુનાને અંજામ આપ્યાની કબુલાત કરતાં 95થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે. તેની તપાસ અને આરોપીની કબૂલાતમાં આધારે ખાત્રી કરતા, કરાવતા અમદાવાદ જીલ્લાના ધોલેરા પોલીસમાં-1, આંણદ રૂરલ પોલીસમાં-2 , વિધ્યાનગર પોલીસમાં-1, બોરસદ ટાઉન પોલીસમાં-1, ખેડાના લીમ્બાસી પોલીસમાં-1 અને ગાંધીનગરના પેથાપુર પોલીસમાં-1, સુરેન્દ્રનગરના ધાગંધ્રા સી.ટી. પોલીસમાં-1 , લીમડી પોલીસમાં-1 મળી કુલ-9 સાયલેન્સર ચોરીના અને અમદાવાદ જીલ્લાના બાવળા પોલીસમાં-4 , બગોદરા પોલીસમાં -1 , કોઠ પોલીસમાં-2 , ચાંગોદર પોલીસમાં-1 મળી ઢોર ચોરીના કુલ -8 ગુના મળી કુલ-17 ગુના નોધાયેલાની હકિકત હાલ જાણવા મળી છે .

વધુ ગુન્હા શોધાય તેવી શક્યતા છે . આરોપી અગાઉ આશીફ પાર્ટીની રૂપાલ ગેંગમાં બાઇક ચોરી , મોબાઇલ ચોરી , સાયલેન્સર ચોરી , અને ઢોર ચોરીના ગુનામાં સંડોવાયેલા છે . ચોરીના પૈસાનાં ભાગ બટાઇનુ મનદુઃખ થતા અલગ અલગ ગેગં અસ્તિત્વમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...