કાર્યવાહી:માછલીના ખોરાકના કોથળાની આડમાં લઈ જવાતો 13,74,720નો દારૂ જપ્ત

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગોદરા પોલીસે 23,75,220ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી લીધો

બગોદરા પોલીસે બાતમી આધારે બગોદરા ટોલટેક્ષ પાસેથી ગાંધીધામ જતી ટ્રકમાંથી માછલીનાં ખોરાકનાં પ્લાસ્ટીકનાં કોથળા નીચે સંતાડેલી 5292 બોટલ વિદેશી દારૂની અને 3576 નંગ બિયરનાં ટીન મળીને કુલ 23,75,220 રૂપીયાનાં મુદામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દઇને માલ મોકલનાર અને મંગાવનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરીને ત્રણેય વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બગોદરા પી.એસ.આઇ. એ.એન.જાની સ્ટાફ સાથે હાઇ-વે ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતાં તે દરમિયાન બાતમીના આધારે બગોદરા પોલીસ ટોલટેક્ષ આગળ વોચમાં ગોઠવાઈ ગયા હતાં. બાતમી મુજબની ટ્રક આવતાં તેને વાહનોની આડસ ગોઠવીને ટ્રક ઉભી રખાવીને ટ્રકમાં તપાસ કરતાં ફીસીંગમીલ (માછલીનો ખોરાક) ભરેલા પ્લાસ્ટીકના થેલાઓ નીચે સંતાડેલો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બીયરના ટીન મળી આવ્યા હતાં.

જેથી પોલીસે 13,68,960 રૂપીયાનો 5292 બોટલ વિદેશી દારૂ અને 3576 નંગ બિયરનાં ટીન, 5760 રૂપીયાનાં ફીસીંગમીલ (માછલીનો ખોરાક) ભરેલા 72 પ્લાસ્ટીકના થેલા, 10,00,000 રૂપીયાની ટ્રક,500 રૂપીયાનો મોબાઇલ મળી કુલ 23,75,220 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને ટ્રક ચાલક હર્ષવધન ભાઉસો બારૂવકર (દેઉલગાડા,મહારાષ્ટ)ને પકડી લઇ વિદેશી દારૂ કયાંથી લાવ્યો અને ક્યાં લઇ જવાનો હતો,

કોને આપવાનો હતો તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે તેના મિત્ર બાલાસાહેબ સાંબલે (મહારાષ્ટ્ર) એ વડોદરા જી.આઇ.ડી.સી.વિસ્તારમાં આવેલી એક કંપની પાસેથી વિદેશી દારૂ ભરાવીને ગાંધીધામ જઈને બે મોબાઇલ નંબર આપ્યા હતાં તે નંબર ઉપર ફોન કરીને તે જયાં કહે ત્યાં ઉતારવાનો હતો. જેથી બગોદરા પોલીસે ટ્રક ચાલકને જેલના સળીયા પાછળ ધકેલી દઇને માલ મોકલનાર અને મંગાવનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કરીને ત્રણેય વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...