તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:બાવળા તાલુકાની જિલ્લા પંચાયતની 4 બેઠક માટે 12 ઉમેદવારો ચૂંટણી જંગમાં

બાવળા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયતની 18 બેઠક માટે 52 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ

રાજય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવતાં રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે. બાવળા તાલુકાની જીલ્લા પંચાયતની 4 સીટ માટે કુલ 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં.તેમજ તાલુકા પંચાયતની 18 સીટ માટે કુલ 91 થી વધારે ફોર્મ ભરવામાં આવ્યા હતાં. ફોર્મ ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની મુદત પુરી થતાં ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું છે.બાવળા તાલુકામાં વર્ષોથી ભાજપ અને કોગ્રેસ વચ્ચે સીધો જંગ જામતો હતો.આ વર્ષે પહેલી વાર આમ આદમી પાર્ટીએ ઝાંપલાવતાં મોટાં ભાગની સીટોમાં ત્રિપાંખીયો જંગ જામશે.તેમજ અપક્ષો પણ મેદાનમાં છે.

જીલ્લા પંચાયત 4 સીટોમાં ગાંગડ સીટમાં જોઈએ તો 4 ઉમેદવાર મેદાનમાં છે.જેમાં ભાજપ, કોગ્રેસ, આપ અને અપક્ષ છે. શીયાળ સીટમાં 2 જ ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે.કાવીઠા સીટમાં 3 ઉમેદવારો છે.જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધો જંગ જામશે.તેમજ નાનોદરાની સીટમાં 3 ઉમેદવારો મેદાનમાં છે જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ટક્કર થશે. આમ જીલ્લા પંચાયતની 4 સીટ માંથી 2 સીટમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે.જયારે તાલુકા પંચાયતની 18 સીટ માંથી 10 સીટમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તાલુકાની પંચાયતની 18 સીટમાં ફક્ત એક દેવડથલ સીટમાં કોગ્રેસનો કોઈ ઉમેદવાર નથી. આ સીટમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર રહેશે.બાકીની તમામ સીટમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે ટક્કર રહેશે.

તાલુકા પંચાયતની 18 સીટ માટે 52 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.જેમાં ભાયલા સીટમાં 4, ચીયાડા સીટમાં 2, ગાંગડ સીટમાં 2, કેશરડી સીટમાં 3, રોહીકા સીટમાં 3, ઢેઢIળ સીટમાં 3, કાવીઠા સીટમાં 3, કોચરીયા સીટમાં 3, ૨જોડા સીટમાં 3. રૂપાલ સીટમાં 4, બગોદરા સીટમાં 3, દહેગામડા સીટમાં 3, દેવડથલ સીટમાં 2, દુર્ગી સીટમાં 3, મેટાલ સીટમાં 2, મીઠાપુર સીટમાં 2, નાનોદરા સીટમાં 3 અને શીયાળ સીટમાં 3 ઉમેદવારો મેદાનમાં છે. આમ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું ચીત્ર સ્પષ્ટ થઈ જતાં ઉમેદવારોએ પોતાના કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રચાર પુરજોશમાં શરૂ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો