કાર્યવાહી:બાવળાનાં ભામસરાની કંપનીમાંથી ગેરકાયદેસર સરકારી અનાજનાં 1006 કટ્ટા પકડાયા; 18.83 લાખનો મુદામાલ જપ્ત

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભામસરા પાસેની કંપનીમાંથી બગોદરા પોલીસે ગેરકાયદેસર સરકારી અનાજ ( ચોખા ) નાં 1006 કટ્ટા પકડી લીધા હતા. - Divya Bhaskar
ભામસરા પાસેની કંપનીમાંથી બગોદરા પોલીસે ગેરકાયદેસર સરકારી અનાજ ( ચોખા ) નાં 1006 કટ્ટા પકડી લીધા હતા.
  • ગેરકાયદેસર સરકારી અનાજનો18.83 લાખનો મુદામાલ ભરેલું ટેલર જપ્ત કરાયું

બાવળા તાલુકાનાં ભામસરા ગામ પાસે આવેલી ખાનગી કંપનીમાં ગેરકાયદેસર સરકારી અનાજ નો મોટો જથ્થો ભરેલું ટેલર આવ્યું છે, તેવી બાતમીનાં આધારે બગોદરા પોલીસે કંપનીમાં જઈને તપાસ કરતાં 1006 કટ્ટા સરકારી અનાજ (ચોખા)નાં મળી આવતાં બાવળા મામલતદારને જાણ કરીને 8,83,993 રૂપીયાનાં ચોખા, 10,00,000 રૂપીયાનું ટેલર મળી કુલ 18,83,993 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને ટેલર ચાલક અને કલીનરને ઝડપી લઇ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બગોદરા પોલીસે આપેલી માહીતી મુજબ 29 તારીખે બગોદરા પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તી અટકાવવા માટે બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે ભામસરા ગામની સીમમાં આવેલી ગ્રીન સ્પાન ન્યુટ્રીસ પ્રા.લી. કંપનીમાં એક ટ્રેલરમાં શંકાસ્પદ માલસામાન પડયો છે.

જે બાતમીનાં આધારે પોલીસે ગ્રીન સ્પાન કંપનીમાં જઇને કંપનીનાં માલ અનલોડ એરીયામાં જતાં એક ટ્રેલર ની પડી હતી. જેની બાજુમાં ડ્રાઇવર સીયારામ ભગવાનસાઇ મીણા અને કલીનર કમલેશ કનૈયાલાલ મીણા, ઉભા હતાં. જેથી ટ્રક ડ્રાઇવરને ટ્રેલરમાં ભરેલા માલસામાન બાબતે પુછપરછ કરતાં તેણે ટ્રેલરમાં ચોખાનાં કટ્ટા ભરેલા હોવાનું જણાવ્યું હતું.

આ ચોખાનાં કટ્ટા બિહાર રાજયનાં સુપોલ શહેર નજીક આવેલા સીમરાઇ ગામમાંથી અલગ અલગ ગોડાઉન માંથી ભર્યા હોવાનું જણાવ્યું હતું.અને માલ ભરેલાની બીલ્ટી માંગતા સેબરોફ ઇન્ટરનેશનલ પ્રા.લી કંપની કોલકત્તા મોકલનાર પાર્ટી તેમજ ગ્રીન સ્પાન ન્યુટ્રીશન પ્રા.લી કંપની, ભામસરા,તા.બાવળા, જી.અમદાવાદ ખરીદનાર પાર્ટી તરીકે લખેલું હતું.

તેમજ આઇટમનું નામ Non Basmati Rice તેમજ Broken Non Basmati Rice નાં 1006 કટ્ટાની કુલ કિમત 8,83,993.50 રૂપીયા લખેલી હતી. જેથી ટ્રેલર ડ્રાઇવરનાં કહેવા મુજબ તેમજ બીલ્ટી મુજબ ભરેલો માલ શંકાસ્પદ જણાતાં બગોદરા પોલીસે ટ્રેલરની 10,00,000 રૂપીયા અને 8,83,993.50 રૂપીયાનાં 1006 ચોખાનાં મળી કુલ 18,83,993.50 નો મુદામાલ કબ્જે કરી પંચનામું કરીને ચોખાનાં કટ્ટા બાબતે કાર્યવાહી કરવા માટે બાવળા મામલતદારને યાદી લખી યોગ્ય કાર્યવાહી કરવા બોલાવતા નાયબ મામલતદારે ચોખા ભરેલા કટ્ટા સરકારી અનાજનાં હોવાનો શક હોય તેમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...