તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડો:બાવળાના કલવા ગામમાંથી 10 જુગારી 59 હજાર સાથે ઝબ્બે

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુગારીઓ પાસેથી રોકડા રૂ.33 હજાર, 8 મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો, પોલીસ તપાસ શરૂ

બાવળા પોલીસે બાતમી આધારે બાવળા તાલુકાનાં કવલા ગામમાં ખુલ્લામાં જુગાર રમતાં 10 જુગારીઓને 33,200 રૂપીયા રોકડા તેમજ 24,000 રૂપીયાનાં 8 મોબાઇલ મળી કુલ 59,200 રૂપીયાનાં મુદામાલ સાથે પકડી પાડીને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇને જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળા શહેર અને તાલુકામાં ખુલ્લેઆમ જુગારધામો ધમધમી રહ્યા છે.ત્યારે બાવળા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તેમને બાતમી મળી હતી કે બાવળા તાલુકાનાં કવલા ગામમાં નરેશ ચેલાભાઇ કોળી પટેલનાં મકાન આગળ આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક જુગારીઓ તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.

જે બાતમીનાં આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડતાં કેટલાક જુગારીઓ ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં હતાં.જેથી પોલીસને જોઇને જુગારીઓ ભાગવા લાગ્યા હતાં.જેથી જુગારીઓ ભાગવા જતાં પોલીસે કોર્ડન કરીને 10 જુગારીઓને પકડી પાડીને તેમની પાસેથી કુલ 33,200 રૂપીયા રોકડા તેમજ 24,000 રૂપીયાનાં 8 મોબાઇલ મળી કુલ 59,200 રૂપીયાનાં મુદામાલ સાથે પકડી પાડીને પકડાયેલા જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈને જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા જુગારીઓમાં નરેશ ચેલાભાઇ કોળી પટેલ, મહેશ ચેલાભાઇ કોળી પટેલ, સુરેશ રમણભાઈ કોળી પટેલ, શ્રવણ ગણપતભાઇ કોળી પટેલ, અરવિંદ જયંતિભાઈ કોળી પટેલ, કાલુ શાંતિભાઇ કોળી પટેલ, અરવિંદ ત્રીક્રમભાઈ કોળી પટેલ, જયંતિ રાજાભાઇ કોળી પટેલ, ગોરાંગપુરી ગણપતપુરી ગોસ્વામી, ભોપા પાંચાભાઇ કોળી પટેલનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...