તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની એટલે કે તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલીકાની ચૂંટણી યોજવાની જાહેરાત કરી દેવામાં આવી છે.આ ચુંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અને જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિહ યાદવે જીલ્લામાં શંકાસ્પદ વ્યકિતઓની હીલચાલ ઉપર નજર રાખવા અને ગેરકાયદેસર પ્રવૃત્તી કરતાં લોકોને ઝડપી લેવા દરેક પોલીસ સ્ટેશનનાં અધિકારીઓને સુચના આપી હતી.જે સૂચનાને લઇને એલ.સી.બી. પોલીસ ઇસ્પેકટર આર.જી.ખાંટ, પી.એસ.આઇ. જી.એમ.પાવરા, એમ.પી.ચૌહાણ, આર.એસ. શેલાણા અને એલ.સી.બી.ટીમે પોતાના બાતમીદારોને સક્રિય કર્યા હતાં.
અને એલ.સી.બી. પી.આઇ. આર.જી.ખાંટ ,પેરોલ ફર્લો પી.એસ.આઇ. એમ.પી. ચૌહાણ, જી.એમ.પાવરા, આર.એસ. શેલાણા , કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા,જયદિપસિંહ પઢીયાર, વિપુલભાઈ પટેલ બગોદરા હાઈ-વે ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતાં ત્યારે સુરેન્દ્રસિંહ અને જયદિપસિંહને બાતમી મળી હતી કે બાવળા તાલુકાનાં સરલા ગામમાં રહેતાં ભરતભાઇ જેરામભાઇ સોલંકી ( કોળી પટેલ ) દેશી હાથ બનાવટનો તમંચો અને કારતુસ લઈને નીકળવાનો છે.
જે બાતમીનાં આધારે એલ.સી.બી.ની ટીમે બગોદરા પોલીસને ઉંધતી રાખીને બગોદરા-સરલા રોડ ઉપર વોચમાં ગોઠવાઇ ગયા હતાં. બાતમી મુજબનાં ભરતભાઇ નીકળતાં તેમને ઉભા રાખીને તેમની તપાસ કરતાં તેમની પાસેથી 10,000 રૂપીયાનો તંમચો અને 300 રૂપીયાનાં 3 કારતુસ મળી કુલ 10,300 રૂપીયાનો મુદ્દામાલ મળી આવતા તેને કબ્જે કરીને હથિયાર ક્યાં હેતુસર ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ હાથ ધરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે પોલીસે કાર્યવાહી કરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.