દુર્ઘટના:બાવળાની રાઇસ મિલમાં ગરમ પાણીની દીવાલ તૂટવાના બનાવમાં વધુ 1નું મોત

બાવળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમિયા રાઇસ મિલમાં રાતના સમયે દીવાલ તૂટતાં નીચે કામ કરી રહેલા 5 મજૂર ગંભીર રીતે દાઝી ગયા હતા : કુલ મૃત્યુઆંક 2 પર પહોંચ્યો, સેફ્ટિના અભાવે ઘટના બની હતી

બાવળામાં આવેલી ઉમિયા રાઇસ-મિલમાં રાત્રે ગરમ પાણીની ટાંકીની દીવાલ તૂટતા નીચે કામ કરી રહેલા 5 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેમને સારવાર માટે બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતાં.જેમાંથી સારવાર દરમ્યાન એક મજૂરનું મોત થવા પામ્યું હતું.અને 4 મજૂરોને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.તેમાંથી સારવાર દરમ્યાન વધુ એક મજુરનું મોત થતાં આ ઘટનામાં મૃત્યુંઆંક 2 ઉપર પહોંચ્યો છે.

બાવળામાં નેશનલ હાઇ-વે ઉપર ત્રિમૂર્તિ હોસ્પિટલની પાછળના ભાગે આવેલી ઉમિયા રાઇસ-મિલમાં રાત્રે કામ ચાલું હતું ત્યારે મિલમાં બોઇલરની બાજુમાં પાંચ મજૂરો કામ કરી રહ્યા હતા.તે સમયે અચાનક બોઇલરની ગરમ પાણીની ટાંકીની દીવાલ તૂટી પડી હતી. દીવાલ તૂટી પડતા ગરમ પાણીની ટાંકીનું ગરમ પાણી બાજુમાં કામ કરી રહેલાં મજૂરો ઉપર પડતા 5 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતાં.જેથી બૂમાબૂમ થતાં મીલમાંથી માણસો દોડી આવ્યા હતાં.

અને કોઇએ 108 ને ફોન કરતાં 108 ની ઈમરજન્સી વાન તરત જ ઘટના સ્થળે પહોંચી જઈને બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ આવ્યા હતાં. ત્યાં જ મજૂર રોહિત બીજેન્દ્ર મહાતોનું સારવાર દરમ્યાન મોત થવા પામ્યું હતું.અને બીજા 4 મજૂરો બીજેન્દ્ર ભુવાલી મહાતો,શિવકુમાર દિલીપ મહાતો,ધનંજય પ્રભુ પટવારી અને નાગેન્દ્ર પટવારી શરીરે ગંભીર રીતે દાઝી ગયા હોવાથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતાં.

જેમાંથી સારવાર દરમ્યાન ધનંજય પ્રભુ પટવારીનું મોત થવા પામ્યું હતું.જેથી આ ઘટનામાં વધુ એક મજુરનું મોત થતાં મૃત્યુ આંક 2 ઉપર પહોંચ્યો છે.હજુ 2 મજુરો હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. બાવળા પોલીસને જાણ થતાં લાશનું પી.એમ.કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાઇસ મીલોમાં કામ કરતાં કારીગરોને કોઈપણ જાતની સેફટીનાં સાધનો આપવામાં આવતાં નથી.જેથી સેફ્ટિનાં અભાવે આ ઘટના બની હોવાનું અને અગાઉ અનેક આવી ઘટનાઓ બનવા પામી છે.

બાવળા આસપાસ અસંખ્ય રાઇસ મિલો આવેલી છે. જેમાં સેફ્ટિના સાધનોના અભાવે અનેકવાર આ પ્રકારના બનાવો બનતા હોય છે. ઘટનામાં 2 નિર્દોષ મજૂરના મોત થયા તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જેથી રાઇસ મિલોમાં સેફ્ટિના સાધનો વસાવાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...