તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કલ્યાણગઢ નજીક ટ્રકચાલકે એક્ટિવાને ટક્કર મારતાં 1 મોત

બાવળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • GRD જવાન ઇજાગ્રસ્ત થયો : એક્ટિવામાં પેટ્રોલ પુરાવીને બહાર આવતાં ટ્રક ચાલકે ટક્કર મારી

બાવળા તાલુકાનાં કલ્યાણગઢ ગામનો યુવાન અને જી.આર.ડી.જવાન એકટીવામાં કલ્યાણગઢ પાટીયા નજીક આવેલા પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવી હાઈ-વે ઉપર ચડી રહ્યા હતાં ત્યારે આયસર ચાલકે પુરઝડપે ચલાવીને એકટીવાને જોરદાર ટક્કર મારતાં કલ્યાણગઢનાં યુવાનનું મોત થવા પામ્યું હતું અને બગોદરામાં જી.આર.ડી. તરીકે ફરજ બજાવતાં ધનવાડા ગામનાં યુવાનને ગંભીર ઇજા થતાં અમદાવાદ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં કલ્યાણગઢ ગામમાં રહેતાં રમેશભાઇ ભરવાડ અને ધનવાડા ગામમાં રહેતાં ભરતસિહ પરમાર બગોદરા પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી. તરીકે ફરજ બજાવે છે. તેઓ બંને એકટીવા લઈને નીકળ્યા હતાં. અને બગોદરા બાવળા રોડ ઉપર કલ્યાણગઢના પાટીયા પાસે આવેલા પેટ્રોલ પંપમાં રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ પેટ્રોલ પુરાવીને હાઇ-વે ઉપર આવતાં બાવળા તરફથી આવી રહેલી આઇસરનાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને એક્ટિવાને જોરદાર ટક્કર મારતાં એકટીવા આયસર નીચે આવી ગયું હતું.

જેથી એકટીવા ઉપર સવાર બંને લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી.કોઈએ 108ની ઈમરજન્સી સેવાને જાણ કરતાં 108 તરત જ ઘરનાં સ્થળે પહોંચી જઈને ઈજાગ્રસ્તોની તપાસ કરતાં સારવાર મળે તે પહેલા જ રમેશભાઈ ભરવાડનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો