અકસ્માત:બાવળાના મેમર પાસે બાઇકચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતા 1નું મોત

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે નાશી છૂટેલા ચાલકને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા
  • ટક્કર મારી અજાણ્યા વાહન ચાલક વાહન લઇને ભાગી ગયો​​​​​​​

બગોદરા પાસે મેમર ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કર વાગતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતુ. અજાણ્યા વાહન ચાલક વાહન લઇને ભાગી ગયો હતો. બગોદરા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બાવળાના બગોદરામાં ભરવાડ વાસમાં રહેતાં સુરેશભાઇ નાગજીભાઇ બોળીયાએ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ફરિયાદીની હોટલની બાજુમાં રાજેશરાય શિવકુમાર રોય (રહે.બિહાર) પંચરની દુકાન ચલાવે છે.તે સાંજના સાડા 8 વાગ્યે ફરિયાદીની હોટલ ઉપર હાજર હતો, એ વખતે તેમની પાસે આવીને કહ્યું કે મરણ જનાર કામ અર્થે મેમર ગામે જાવ છું.

તો તમે દુકાને ધ્યાન રાખજો તેમ કહી તે બાઇક લઇને તારાપુર વાળા રોડ ઉપર ગયો હતો. એકાદ કલાક પછી કોઇ વાહન વાળાએ જણાવ્યું કે મેમર ગામની નજીક આવેલી યુપી બિહાર ઢાબાની નજીક કોઇ બાઇકવાળાનું અકસ્માત થયું છે અને રોડની વચ્ચે પડયો છે. જેથી રાજેશરાય પણ હજી સુધી આવ્યો નહીં હોવાથી હું મારી ગાડી લઇને મેમર ગામ નજીક ઘટના સ્થળે પહોંચતા 1 બાઇક તથા તેની બાજુમાં 1 માણસ અકસ્માત થયેલી હાલતમાં પડયો હોવાથી ફરિયાદીએ ગાડી સાઇડમાં ઉભી રાખીને નજીક જઈને આ માણસને જોયો તો તે હોટલની બાજુમાં પંચરની દુકાન વાળો રાજેશરાય શીવકમાર રાય હતો.

તેને માથામાંથી લોહી નીકળતું હતું તથા છાતીનાં ભાગે માસનો લોચો નીકળી ગયો હતો અને તેમાંથી લોહી નીકળતુ હતું અને શરીરે અન્ય નાની મોટી ઇજાઓ થવા પામી હતી. આજુબાજુમાં ઉભેલા માણસોએ જણાવ્યું કે આ બાઇક વાળો મેમર બાજુથી રોંગ સાઇડમાં બાઇક લઇને આવતો હતો અને કોઇ અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો હતો.

કોઇએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં તરત 108 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને રાજેશરાયને તપાસી તેને મરણ જાહેર કર્યો હતો. અકસ્માતની જાણ બગોદરા પોલીસને થતાં તે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાશને બગોદરા સરકારી દવાખાને પી.એમ માટે મોકલી આપી અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી નાશી છૂટેલા વાહન ચાલકને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...