અકસ્માત:રૂપાલ ચોકડી પાસે વાહનની સાઇકલને ટક્કર 1નું મોત

બાવળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યો વાહનચાલક અડફેટે લઇ ફરાર થતાં બાવળા પોલીસે ગુનો નોંધ્યો

બાવળામાં આવેલી ઢેઢાળ ચોકડી પાસે રહેતાં બ્રિજકેશભાઇ દયાશંકર શુકલા ( મુળ રહેવાસી, શુકલપુર તા.જી.સુલતાનપુર, ઉત્તરપ્રદેશ) સાયકલ લઇને સાંજનાં સમયે બાવળામાં આવેલી રૂપાલ ચોકડી નજીકથી જઈ રહ્યો હતો તે સમયે પાછળથી આવી રહેલા કોઇ અજાણ્યા વાહન ચાલકે ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને સાયકલને પાછળથી જોરદાર ટકકર મારીને ભાગી ગયો હતો. બ્રિજકેશને શરીરે અને માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે બાવળા સરકારી દવાખાને લઈ ગયા હતાં. ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઇ જઇને દાખલ કરવામાં આવ્યો હતો.

રાત્રે સારવાર દરમ્યાન તેમનું મોત થવા પામ્યું હતું. જેથી તેમનાં સગાએ બાવળા પોલીસમાં અજાણ્યા ગાડીના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવતાં બાવળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી નાશી છૂટેલા વાહન ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાઇવે પર બેફામ દોડી રહેલા વાહનોને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેમાં નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. બેફામ દોડતા વાહનો પર લગામ લગાડવી જરૂરી બની છે. ચાર રસ્તા પાસે કે ગામ શરૂ થવા પહેલા બમ્પ બનાવવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે. જેથી અકસ્માતો અટકાવી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...