અકસ્માત:રાણેસર પાટિયા પાસે મેટાડોર- બાઇક અકસ્માતમાં 1નું મોત

બાવળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બલદાણાની વ્યકિત બાઈક પર મોગલ માએ દર્શન કરવા જતાં

બાવળા તાલુકાના બલદાણા ગામના નિવૃત્ત શિક્ષક બાઇક લઇને ભાયલા પાસે આવેલા મોગલ માતાજીએ અમાસ હોવાથી દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે રાણેસર ગામનાં પાટીયા પાસે ટાટા - 407 ના ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલકને માથાનાં ભાગે ઇજા થતાં તેમનું સારવાર દરમ્યાન મોત થતાં બાવળા પોલીસે ટાટા - 407 ના ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવીને કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાના બલદાણા ગામમાં રહેતાં રણછોડભાઇ જીવાભાઇ ગુર્જર પોતાનું બાઇક લઈને અમાસ હોવાથી ભાયલા પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. ટાટા 407 ગાડી ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક ચાલક હાઈ-વે ઉપર ફેંકાઇ ગયા હતા.

કોઈએ 108 ની ઈમરજન્સી સેવાને ફોન કરતાં 108 તરત જ ઘટના સ્થળે પહોંચી જઇને પ્રાથમિક સારવાર આપીને બાવળા સરકારી દવાખાને લાવ્યા હતા ત્યાં સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં લઈ ગયા હતા. સારવારનો ખર્ચ વધુ થાય તેમ હોવાથી બાવળાની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યા સારવાર મળે તે પહેલા તેમનું મોત થવા પામ્યું હતું. તેથી પોલીસે ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...