તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રજોડા પાટિયા નજીક ડિવાઇડર સાથે બાઇક અથડાતાં 1નું મોત

બાવળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોળકાના બેગવા ગામના 2 યુવાન નોકરીએ જતાં હતાં
  • મંગળવારે રાતે 9 વાગ્યે મેલડી માતાના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે બાઇક પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો

ધોળકા તાલુકાનાં બેગવા ગામમાં રહેતાં રસિકભાઇ ઉર્ફે રાહુલ બાબુભાઇ સોલંકી અને તેમનાં ફળીયામાં રહેતાં દિલીપભાઇ જીવણભાઇ સોલંકી રાત્રે સાડા નવ વાગ્યે બાઇક લઇને બાવળા-સરખેજ હાઇ-વે ઉપર આવેલા મોરૈયા પાસે આવેલી ઝાયડસ કેડીલા કંપનીમાં નોકરી કરવા જઈ રહ્યા હતાં.તેઓ બાવળા તાલુકાનાં રજોડા પાટીયાથી મેલડીમાના મંદિર વચ્ચેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે કોઈ કારણસર બાઈક ચાલક રસિકભાઇએ કોઈ કારણસર સ્ટીયરીંગ ઉપરનો કાબું ગુમાવતાં હાઇ-વે રોડ ઉપરનાં ડિવાઈડર સાથે અથડાતાં બંનેને ઇજા થઇ હતી.

જેથી કોઇએ 108ને ફોન કરતાં 108 અને ઝાયડસ કેડીલા કંપનીની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને તેઓને બાવળા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતાં. ત્યાં સારવાર મળે તે પહેલા રસિકભાઇ ઉર્ફે રાહુલ બાબુભાઇ સોલંકીનું મોત થવા પામ્યું હતું. અને દિલીપભાઈ ગંભીર ઇજા થઇ હોવાથી અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અક્સ્માતની જાણ મરણ જનારનાં પિતા અને સગાને કરવામાં આવતાં તેઓ દોડી આવ્યા હતાં. મરણ જનારનાં પિતાં બાબુભાઇએ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...