અકસ્માત:બાવળાના શિયાળ - કાણોતર રોડ પર 2 બાઇક વચ્ચે અકસ્માતમાં 1નું મોત

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાવળા તાલુકાના બગોદરા-શિયાળ રોડ ઉપર 1 બાઇક ચાલકે પુરઝડપે અને ગફલતરી રીતે ચલાવીને સામેથી આવતાં બાઇક સાથે અથડાવતાં ચાલકને માથાના અને શરીર પર ગંભીર ઇજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં મોત થતાં બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

લીંબડી તાલુકાનાં બળોલ ગામમાં રહેતાં રણછોડભાઇ કાનાભાઇ શિયાળીયાએ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે 25 તારીખે બપોરે મારો દિકરો હિંમતભાઇ બાઇક લઇને બહાર ગયો હતો. શિયાળથી કાણોતર ગામના રોડ પરથી પસાર થઈ રહ્યા હતો ત્યારે સામેથી આવતાં બાઇક નંબર GJ-01-EZ-4581ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને મારા દિકરાનાં બાઇક સાથે ભટકાડીને અકસ્માત કરતાં તેને માથાનાં ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેને બગોદરા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. 28 તારીખે સવારે 4 વાગ્યે ફરજ પરનાં ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો. જેથી બગોદરા પોલીસમાં બાઇક ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...