અકસ્માત:શિયાળ રોડ પર રાતે 2 બાઇક વચ્ચે અકસ્માત થતાં 1નું મોત

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2ને ઈજા : એક બાઇકમાંથી દેશી દારૂની થેલીઓ નીકળી

બાવળા તાલુકાનાં બગોદરા-શીયાળ રોડ ઉપર રાત્રે બે બાઈક સામસામે અથડાતાં એક બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું.જયારે બે વ્યકિતને ઇજા થતાં 108 માં બગોદરા સરકારી દવાખાને લઈ ગયા હતાં.જેમાંથી એક વ્યકિતને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવી હતી. અકસ્માતમાં એક બાઇક ઉપરથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી.

અમદાવાદ જીલ્લામાં હાઇ-વે ઉપર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે બાવળા તાલુકાનાં બગોદરા-શિયાળ રોડ ઉપર રાત્રે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતાં એક બાઇક ચાલકનું મોત થવા પામ્યાં હતું. શીયાળ ગામમાં રહેતાં નયનભાઈ અશોકભાઈ પટેલ તથા જીગ્નેશભાઈ રાજેશભાઈ સોલંકી રાત્રે એક જ બાઇક ઉપર બેસીને બાવળા તાલુકાનાં શિયાળ ગામમાંથી બગોદરા તરફ જઈ રહ્યા હતાં ત્યારે શીયાળ ગામનાં હરજીભાઈ રામાભાઇ પઢlર બગોદરા તરફથી બાઇક લઇને શીયાળ ગામ તરફ આવી રહ્યા હતાં ત્યારે આવી કોઈ કારણસર બે બાઇક સામ-સામે ધડાકાભેર અથડાતાં હરજીભાઇને માથાનાં ભાગે અને શરીરે ગંભીર ઇજા થતાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થવા પામ્યું હતું.

જયારે નયનભાઈ પટેલ અને જીગ્નેશભાઇ સોલકીને ઇજાઓ થતાં કોઈએ 108 ની ઈમરજન્સી સેવાને જાણ કરતાં બગોદરાની 108 નાં પાયલોટ રાહુલભાઈ કોલાદરા અને ઈં. એમ.ટી. કલ્પેશભાઈ જાની તરત જ ઘટનાં સ્થળે પહોંચી જઇને પ્રથમીક સારવાર આપી વધુ સારવાર માટે બગોદરા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતાં.જયાં સારવાર આપીને નયનભાઇને ગંભીર ઇજાઓ થઇ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતાં.ધટનાં સ્થળે એક બાઇક ઉપરથી દેશી દારૂની થેલીઓ મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...