ધરપકડ:બાવળામાંથી નશાકારક કફ સીરપની બોટલ વેચતો 1 ઝબ્બે

બાવળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 8 બોટલો જપ્ત કરી NDPC એકટ હેઠળ ગુનો નોંધ્યો

બાવળા પંથકમાં નશા માટે કફસીરપનું ગેરકાયદેસર વેચાણ વધી રહ્યું છે. અને યુવાધન કફસીરપનાં નશાનાં રવાડે ચડી ગયું છે.ત્યારે બાવળા પોલીસે બાતમી આધારે નશા માટે ગેરકાયદેસર કફ સીરપની બોટલો વેચતી એક વ્યકિતને 8 બોટલ સાથે ઝડપી લઇને જેલનાં સળીયા પાછળ ધકેલી લઈ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા શહેર અને તાલુકામાં મોટાપાયે ગેરકાયદેસર નશા માટે કોડીનયુક્ત કફસીરપની બોટલોનું વેચાણ વધી જવા પામ્યાં છે.યુવાધન આ નશાનાં ૨વાડે ચડી ગયું છે.યુવાનો કફસીરપની બોટલને સોડામાં અને કોલ્ડડ્રીંક્સમાં મીક્સ કરીને નશો કરી રહ્યા છે. કોડીનયુક્ત કફસીરપની બોટલો ડોક્ટરની ચીઠ્ઠી વગર વેચી શકાતી નથી.તેમજ તેનાં સ્ટોકનું પણ રજીસ્ટર રાખવાનું હોય છે.

પરંતુ હવે રૂપીયા કમાવવાની લાલચે મેડીકલ સ્ટોરમાં, પાર્લર ઉપર, દુકાનો ઉપર તેમજ વાહનોમાં ગેરકાયદેસર કફસીરપનું વેચાણ વધી જવા પામ્યું છે.ત્યારે બાવળા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે બાવળા જી.ઈ.બી.રોડ ઉપર બળીયાદેવ વિસ્તારમાં રહેતો રાજુ શકરાજી ઠાકોર ગેરકાયદેસર રીતે કોડીનયુક્ત કફસીરપની બોટલો વેચી રહ્યો છે.

જેથી બાવળા પોલીસે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડીને કફ સીરપની બોટલો વેચતો ઝડપી લીધો હતો.તેની પાસેથી 1120 રૂપીયાની કોડીનયુક્ત કફસીરપની 8 બોટલો મળી આવતાં તેને જપ્ત કરીને જેલનાં સળીયા પાછળ ધકેલી દઇને તેની વિરૂદ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધી આ બોટલો કોની પાસેથી લાવ્યો હતો ? બીજા કોણ કોણ સંડોવાયેલા છે ? તેની તપાસ હાથ ધરી છે.

બાવળા સહિતના આસપાસના વિસ્તારમાં ગેરકાયદે રીતે કફ સીરપની બોટલનું વેચાણ થઇ રહ્યું છે. જેનો ઉપયોગ યુવાનો નશા માટે કરી રહ્યા છે. કફ સીરપનું વેચાણ ગેરકાયદે હોવા છતાં પંથકમાં બેરોકટોક તેનું વેચાણ થતું હોવાથી પોલીસ સક્રિય બની દરોડા પાડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...