તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ચિયાડામાંથી 1 ભેંસ અને 2 પાડીઓ મછડા ગેંગ ચોરી ગયા

બાવળા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મછડા ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ

બાવળા તાલુકાનાં ચિયાડા-સાંકોદરા રોડ ઉપર આવેલા તબેલામાંથી મોડી રાત્રે મછડા ગેંગ ગાડીમાં આવીને તબેલામાં બાંધેલી એક ભેંસ અને 2 પાડીઓ રૂ. 65000ની ચોરી કરી ગાડીમાં ભરીને નાશી છૂટયા હતાં. સવારે તબેલાનાં માલિકને જાણ થતાં તેમણે બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી મછડા ગેંગને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બાવળા તાલુકાનાં ચિયાડા ગામમાં રહેતાં નીતીનભાઈ ગીરીશભાઇ રાઠોડ ખેતી અને પશુપાલનનો ધંધો કરીને પોતાના કુંટુંબનું ગુજરાન ચલાવે છે. તેમણે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તેમને ચિયાડા - સાકોદરા રોડ ઉપર આવેલા તબેલામાં 8 ભેંસો અને 4 પાડીઓ રાખે છે. નિત્યક્રમ મુજબ સાંજના સમયે આઠ ભેંસો અને ચાર પાડીને નીરણ કરીને તબેલામાં બાધી તાળું મારી ઘરે આવતો રહ્યો હતો.બીજા દિવસે સવારમાં પાંચ વાગે હું અને મારી માતા ભેંસોને દોહવા માટે તબેલાએ ગયા હતા.

ત્યારે તબેલાનું તાળુ તૂટેલું હતું અને તબેલામા અંદર જઇ તપાસ કરતા એક ભેંસ અને બે પાડીઓ હતી નહીં. જેથી અમે આજુબાજુમાં ખેતરમાં તપાસ કરતા હતા ત્યારે અમારા તબેલાની સામે આવેલા તબલાવાળા મહીપતભાઇ ધરમશીભાઇ કોળી પટેલે જણાવ્યું કે વહેલી સવારના આશરે ત્રણ વાગ્યે તબેલાએ આવ્યો હતો અને તબેલાએ કામ કરતો હતો ત્યારે મારી નજર રોડ ઉપર પડતા એક ફોરવીલ ગાડી તમારા તબેલા પાસે ઉભી હતી અને ચાર પાંચ માણસો તે ફોરવીલ ગાડીમાં તમારા તબેલામાંથી ઢોર ભરતા હતા.

અને હું ત્યાં પહોચ્યો તે પહેલા મછડા ગેંગ પોતાની ફોરવીલ ગાડીમાં ભેંસ અને પાડીઓ ભરીને ચિયાડા તરફ નાશી ગયા હતા.જેથી તેમણે બાવળા પોલીસમાં 35000 રૂપીયાની ભેંસ અને 30000 રૂપીયાની બે પાડીઓ મળી કુલ 65000 રૂપીયાનાં ભેંસ અને પાડીઓની ચોરી મછડા ગેંગ કરીને લઈ ગયાની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધીને મછડા ગેંગને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...