તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ:મુંબઈ: યસ બેન્કના રાણા કપૂર 2 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કપૂરના વકીલે કોરોના થઈ જવાની દહેશત વ્યક્ત કરી

મુંબઈ: મુંબઈની એક કોર્ટે યસ બેન્કના સ્થાપક રાણા કપૂરને 2 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. બેન્ક લોન કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ રાણા કપૂરને બુધવારે મુદત પૂરી થતાં કોર્ટમાં રજૂ કર્યા હતા. ઇડીએ કોર્ટને કહ્યું કે તેમની ધરપકડની જરૂર નથી. જજે પૂછ્યું કે કોઈ તકલીફ તો નથી ત્યારે 62 વર્ષીય કપૂરે કહ્યું કે તેઓ 7-8 વર્ષથી દમથી પીડાય છે. તબિયત સારી રહેતી નથી અને તેઓ ડિપ્રેશનમાં છે.

લોન સામે લાંચ લેવાનો આક્ષેપ

કપૂરના વકીલ અબ્બાદ પોન્ડાએ કહ્યું કે નબળા આરોગ્ય ધરાવતી વ્યક્તિને કોરોનાનું જોખમ વધુ હોય છે. આથી તેમને જેલમાં મોટો રૂમ ફાળવવામાં આવે. આ અંગે જજે જેલ અધિકારીઓને કપૂરના ડૉક્ટરના સૂચન મુજબ દવા તથા અન્ય સુવિધા આપવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે લોન કૌભાંડમાં રાણા કપૂરની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના પર લોન સામે લાંચ લેવાનો આક્ષેપ છે.

અન્ય સમાચારો પણ છે...