તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને લીધે લોકડાઉનની જાહેરાત થવાને કારણે સૌથી વધુ શ્રમિકો પરેશાન થઇ ગયા છે. તેઓ ઝારખંડના શ્રમિકો પોતાના વતનની વાટ પકડવા માટે વટામણ ચોકડીથી બે દિવસ ચાલીને આણંદ આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેમને ભગતસિંહ ઓલ ઇન્ડીયા યુથ કાઉન્સીલ દ્વારા તેમને આશરો આપીને વિદ્યાનગર લવાયા હતા. તેમને ઝારખંડ જવા માટેની રેલ્વેની ટીકીટ જમવા-રહેવા સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. જોકે, કોંગ્રેસે 17 મજૂરોની ઝારખંડ જવા માટેની રેલ્વે ટીકીટની હૈયાધારણા આપી છે. ભગતસિંહ ઓલ ઇન્ડીયા યુથ કાઉન્સીલના અલ્પેશભાઇ પુરોહિતની ટીમને જાણ થઇ હતી કે, મજૂરો આણંદ જીલ્લા કલેકટર કચેરીએ આવી પહોંચ્યા છે. તેમને આણંદથી ટ્રેન દ્વારા વતન ઝારખંડમાં જવાની માંગણી કરી હતી. આ સંદર્ભે ડેપ્યુટી કલેકટરે જણાવ્યું હતું કે, ઝારખંડ જવા માટે અત્યાર સુધીમાં 300 જણાં તૈયાર છે. પરંતુ આટલી સંખ્યા માટે તેમને આણંદથી ટ્રેનની સુવિધા થઇ શકે નહીં પરંતુ અમદાવાદ કે વડોદરાથી તેમને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઝારખંડના 17 મજૂરોને વિદ્યાનગરની જીવકરણ કોલેજ ખાતે લાવવામાં આવ્યા હતા.
ઓનલાઇન ફોર્મ ભરી શકતા નથી
શ્રમિકોએ જણાવ્યું હતું કે, અમુક અભણ અથવા સાવ ઓછું ભણેલા હોવાથી તેમને ઓનલાઇન ફોર્મ ભરવા માટેની કોઇ સમજ નથી. આથી અટવાયેલા શ્રમિકો સીધા સરકારી કચેરી કે રેલ્વે સ્ટેશન પર પહોંચી જાય છે. જ્યાં તેમને પહેલા ઓનલાઇન ફોર્મ ભરવાની સલાહ અપાય છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.