તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘર કબ આઓગે...:ફસાયેલા છાત્રો પાસે વતન જવાની મંજૂરી પણ લઈ કોણ જાય?

આણંદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
જમ્મુ કાશ્મીરના નવ વિદ્યાર્થીઓને વતનમાં જવાની વ્યવસ્થા કરાઈ હતી - Divya Bhaskar
જમ્મુ કાશ્મીરના નવ વિદ્યાર્થીઓને વતનમાં જવાની વ્યવસ્થા કરાઈ હતી
 • કોરોનાને કારણે લોકડાઉનની જાહેરાત થતા આણંદ, વિદ્યાનગર, કરમસદ, બાકરોલમાં 100 વિદ્યાર્થીઓ ફસાયા
 • કરોડો રૂપિયાની ફી ઉઘરાવાય છે પણ મુસીબતમાં કોઈ મદદ કરતું નથી, જિલ્લા વહિવટી તંત્ર માત્ર મંજૂરી જ આપે

લોકડાઉન બાદ આણંદ, વિદ્યાનગર, કરમસદ અને બાકરોલમાં અંદાજે 100 વિદ્યાર્થીઓ ફસાયા હોવાનું અનુમાન છે. આજે જમ્મુ કાશ્મીરના નવ વિદ્યાર્થીઓ સહિત તાજેતરમાં 33 વિદ્યાર્થીઓને વતનમાં રવાના કરાયા છે. જ્યારે બાકીના ફસાયેલા વિદ્યર્થીઓ ઓનલાઈન અરજી કરીને વતનામાં જવાની મંજૂરી માંગી રહ્યા છે. જેમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેમને જવા માટે માત્ર મંજૂરી આપવામાં આવે છે પરંતુ તેમના માટે કોઈ વાહનની વ્યવસ્થા કરાઈ નથી જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમનો પરિવાર ચિંતાામાં મૂકાયો છે. જ્યારે બીજી બાજુ સરદાર પટેલ યુનિવર્સિટીના સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને વતન લઈ જવા બાબતે હાથ અધ્ધર કરી દીધા છે. આ સંદર્ભે સેનેટ સભ્ય અલ્પેશ પુરોહિતે મુખ્ય મંત્રી રૂપાણી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. આમ છતાં પણ વિદ્યાર્થીઓ માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
બીજા રાજ્યો દ્વારા હજી સુધી મંજૂરી મળતી નથી
આણંદ જિલ્લામાં વિદ્યાર્થીઓ, શ્રમિકો સહિત અનેક લોકો ફસાયા હોવાની અરજીઓ મળી છે. જેમાં બીજા રાજ્યોના વિદ્યાર્થીઓને વતનમાં મોકલવા માટે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યો પરવાનગી આપતા નથી. જો તેઓ મંજૂરી આપે તો ટ્રેન દ્વારા પણ ફસાયેલા લોકોને અહીંથી અમે મોકલી શકીએ. જો વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તો તેના માટે વાહન વ્યવસ્થા થઈ શકે. થોડાં-ઘણાં વિદ્યાર્થી એક જ સ્થળના હોય તો તેમને બસ-ટ્રેન શરૂ થાય તેની રાહ જોવી પડે. અમે અાણંદ જિલ્લામાંથી બહાર જવા તમામને મંજૂરી આપીએ છીએ. > પી.સી. ઠાકોર, અધિક કલેક્ટર, આણંદ.
બસની વ્યવસ્થા કરી , પણ વિદ્યાર્થી બસમાં ન ગયા
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં અન્ય રાજ્યના 60 વિદ્યાર્થી લોકડાઉનમાં ફસાયા હતા. છેલ્લા 45 દિવસથી તમામ વિદ્યાર્થીઓની ખાવા-પીવાની સગવડ કરાઈ હતી. અમારા દ્વારા કલેક્ટરમાં રજૂઆત કરી બસની વ્યવસ્થા કરી હતી. ડીએનના કેતન પટેલને કહીને કોલેજ બસની વ્યવસ્થા કર્યા બાદ ડિઝલના પૈસા અને ડ્રાઈવરને ખાવા-પીવાની વ્યવસ્થા કરી હતી. મેં કલેક્ટરને ફોન કરી પરમીશન મેળવી હતી. બાદમાં તેઓએ ક્રુઝરની માંગણી કરી ક્રુઝર દ્વારા તેઓ વતન ગયા હતા. બસમાં જવાનું ટાળ્યું હતું. > શીરીષ કુલકર્ણી, વાઈસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો