તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:વડોદની સસ્તા અનાજની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકુફ

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 10 કટ્ટા ચોખા, 2 કટ્ટા ઘંઉનો જથ્થો મળી આવ્યો હતો

રાજય સરકાર દ્વારા તાજેતરમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઇને વાજબી ભાવની દુકાનો મારફતે NFSA એ.પી.એલ.1 રેશનકાર્ડ ઘારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યુંછે. જેના ભાગરૂપે આણંદ જિલ્લાની 674 વાજબી ભાવની દુકાનો દ્વારા વિતરણની કામગીરીની  ચાલુ છે. ત્યારે આણંદ તાલુકાનાં વડોદ ગામનાં વાજબી ભાવના દુકાનદાર  રહેમુભાઈ .આઈ. વ્હોરા દ્વારા અનાજ વિતરણની કામગીરીમાં ગેરરીતી આચરતા હોવાની ફરિયાદ  ગ્રામજનો તરફથી આણંદ ગ્રામ્યના મામલતદાર આર.બી.પરમારને માહીતી મળતા દુકાનની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં યોગ્ય રેકોર્ડ પણ નિભાવવામાં આવેલો ન હતો. 10 કટ્ટા ચોખા, બે કટ્ટા ઘંઉ મળીને કુલ રૂા.8320ની કિંમતનો જથ્થો પરવાનાની સ્થળ જગ્યા નહીં અને  અન્યત્ર મળી આવ્યો હોવાનું તપાસ માં બહાર આવ્યું હતું આણંદ ગ્રામ્ય મામલતદાર આર.બી. પરમારે તપાસ પૂર્ણ કરી અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીને આપ્યો હતો.જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયાએ પરવાનેદાર રહેમુભાઈ. આર. વ્હોરા દ્વારા સંચાલિત પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારનો પરવાનો 90 દિવસ માટે મોકુફ કરાયો છે. અને સુનાવણીની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો