તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:ધુમ્રપાન કરનારને 14 ઘણી તીવ્રતાથી કોરોના ઝપટેમાં લે છે

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉનમાં ધુમ્રપાન છોડવાનો શ્રેષ્ઠ અવસર : ડો.રાહુલ પંચાલ
 • મન મક્કમ કરી ધુમ્રપાન છોડીને પોતાની સાથે સમાજને સુરક્ષિત કરો

કોરોના વાઇરસ સંક્રમણે ભારે હાહાકાર મચાવ્યો છે.કોરોના વાઇરસ ખાસ કરીને  રોગપ્રતિકારક શકિત ઓછી ધરાવતા વ્યકિતઓને ઝપેટમાં લે છે.જે વ્યકિતના ફેફસા નબળા હોય તેમાં સરળતા થી પ્રવેશે છે.ખાસ કરીને ઘુમ્રપાન કરનાર વ્યકિત ફેફસા નબળા હોવાથી કોરોના ઝપેટમાં આવ્યાબાદ તેઓને સ્વસ્થ થવાની સંભાવના નહીંવત હોય છે.હાલમાં ધુમ્રપાન કરનાર વ્યકિત પર 14 ઘણી તિવ્રતા ત્રાટકે છે.ધુમ્રપાન કરનાર વ્યકિતનો કોરોના મૃત્યુ પામવનો દર 12.4 ટકા જોવા મળ્યા છે.હાલમાં લોકડાઉનમાં તમાકુની બનાવટો અને સિગારેટ સહિતની ચીજવસ્તુઓ મળતી નથી. ત્યારે  ધુમ્રપાનથી બચવાનો  શ્રેષ્ઠ અવસર છે.તેમ ફેફસાના નિષ્ણાંત ડો.રાહુલ પંચાલે જણાવ્યું છે. ડો.રાહુલ પંચાલે જણાવ્યું હતું કે ધુમ્રપાન કરનાર વ્યકિતમાં સામાન્ય રીતે હદયની બિમારી,ફેફસાંની બિમારી,હાયપરટેન્શન,કેન્સર જેવી બિમારીઓ જોવા મળે છે.જેના લીધે કોવિડ-19ના ચેપની તીવ્રતા વધી જાય છે.કોવિડ-19 વાઇરસ ને ફેફસાંમાં રહેલા કોષો માં પ્રવેશ કરવા માટે ACE-2 નામના રીસેપ્ટરની જરૂર પડે છે,જેમની સંખ્યા ધુમ્રપાન કરવાથી વધે છે અને આ કારણોસર ચેપ નો ખતરો વધી જાય છે.જેથી સામાન્ય વ્યકિત કરતાં તેનો મૃત્યુદર વધુ હોય છે.ત્યારે ધુમ્રપાન કરનાર વ્યકિત સાથે અન્ય વ્યકિત સ્વાસ્થને પણ જોખમમાં મુકે છે. કેન્દ્ર સરકારે માનવહિતને ધ્યાને લઇને પાનમસાલ સહિત તમાકુની બનાવટોના વેચાણ પણ લોકડાઉનમાં  પ્રતિબંધ ફરમાવ્યો છે.ત્યારે ધુમ્રપાન કરનાર વ્યકિત માટે લોકડાઉનમાં ધુમ્રપાન  છોડવાનો શ્રેષ્ઠ અવરસ છે.જો તો તમે આજે નહીં છોડી શકાય તો પછી કયારે આ ટેવ છુટશે નહીં તેમ ડો.રાહુલ પંચાલે જણાવ્યું હતું.

મૃત્યુ દર ના ખતરામાં થતો વધારો
ચીન ના એક સંશોધન રિપોર્ટ અનુસાર, કુલ 1099 દર્દીઓ માંથી જેમણે ધુમ્રપાન કર્યું હોય તેવા દર્દી માં મૃત્યુ દર 12.4% જોવા મળ્યો,જ્યારે જેમને ધુમ્રપાન કર્યું ના હોઈ તેવા દર્દી માં આ દર 4.7% જોવા મળ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો