તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્સ ડે સ્પેશિયલ:કોરોના વોર્ડમાં કામ કરતી નર્સે મહિનાથી દિવ્યાંગ પુત્રને જોયો નથી

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માતા-પુત્રી બંને નર્સ તરીકે ફરજ બજાવી અન્યનું મનોબળ વધારે છે

આણંદ જનરલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓના આઇસોલેશન વોર્ડમાં છેલ્લા બે માસથી ખડેપગે સારવાર કરી રહેલી આણંદની નર્સની કહાની જાણવા જેવી છે. 12મી મેએ વર્લ્ડ નર્સ ડેએ નર્સ મીનાબહેન વાળંદને સમાજે બિરદાવાની જરૂર છે. કોરોનાના કેસ શરૂ થતા મીનાબહેન વાળંદ સતત એક મહિના સુધી ઘરે ગયા વિના આઇસોલેશન વોર્ડમાં રોકાયા હતા. તેમના માનસિક વિકલાંગ પુત્રનું મોઢુ જોવા  વિના તેમને દર્દીઓની દિલ દઇને સારવાર કરી હતી.  હેડનર્સ તરીકે આણંદ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મીનાબહેન વાળંદે જણાવ્યું હતું કે, મારુ પ્રથમ સંતાન પુત્રી હતી. ત્યારબાદ બંને જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં પુત્ર માનસિક અસ્વસ્થ છે. જ્યારે પુત્રી નોર્મલ છે. તેમની પુત્રી મીરાંબહેન પણ માતાની સાથે નર્સ તરીકે ફરજ બજાવે છે. તેઓ હોસ્પિટલમાંથી ઘરે જઇને પુત્રની સારસંભાળ કરે છે. પુત્રને જઇને મળે ત્યારે માતા-પુત્ર ચેન પડે છે. તેની સાથે આણંદ જનરલ હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ તરીકે જાહેર કરી હતી. ત્યારબાદ એપ્રિલના પ્રારંભમાં આણંદમાં કેસો શરૂ થઇ ગયા હતા. કોરોનાનું ટેસ્ટીંગ, વિદેશથી અને બીજા રાજ્યોમાંથી આવેલા લોકોને આઇસોલેશનમાં રાખવા માટેની કામગીરી શરૂ થઇ ગઇ હતી. આણંદ જનરલ હોસ્પિટલમાં હાડગુડ અને ખંભાતથી કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતાં. આ આઇસોલેશન વોર્ડમાં 30 વર્ષથી સેવા આપનાર અનુભવી હેડ નર્સ મીનાબહેનને કામગીરી સોંપાઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો