તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 39 શેરડીના રસના કોલાવાળા પરપ્રાંતીયોને પાંચ હજારનું ભાડુ અને વીજકંપનીએ સાત હજારની ડિપોઝીટ પરત કરી હતી. આ ઉપરાંત બિલના નાણાં માફ કર્યા હતા. જેના કારણે પરપ્રાંતીયોને અંદાજે 12 હજાર જેટલી રકમ પરત આપતા શ્રમજીવીઓને વતન પરત જવા માટેની વ્યવસ્થા થઇ જતાં ખુશીની લહેર ફરી વળી હતી. આણંદ નગરપાલિકાના દબાણ શાખાના રઝાકભાઈએ જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન, નવા અને જૂના એસટી બસ સ્ટેન્ડ, વ્યાયામશાળા, ટાઉનહોલ અને વિદ્યાનગર રોડ સહિત કુલ 39 જણાંને ઉનાળામાં શેરડીના રસ શરૂ કરવા પરવાનગી આપવામાં આવી છે. જેમાં તેમણે ઉચ્ચકભાડા પેટે પાંચ હજાર રૂપિયાાની પાવતી આપવામાં આવે છે. કોરોનાને કારણે લોકડાઉનની જાહેરાત થતા હોળી બાદ આવીને શેરડીના રસ કોલા શરૂ કર્યાને ધંધો બંધ થઇ ગયો હતો. આશરે દોઢ મહિના સુધી બેકાર બનેલા શ્રમજીવોઓ માટે આણંદ નગરપાલિકા દ્વારા સાઇબાબા મંદિરના ટ્રસ્ટમાં નામ અને સરનામા આપતા તેમને બંને ટાઇમ ગરમ ભોજનની સુવિધા આપવામાં આવી હતી. હવે ટ્રેન શરૂ થતા પરપ્રાંતીયો જવા માટે વિચારી રહ્યાં હતાં. ત્યારે આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ તેમનો ધંધો બંધ રહ્યો હોવાથી તેમનું પાંચ હજાર રૂપિયાનું ભાડુ પરત કર્યુ હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.